વડોદરા: રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. રવિવારે ગુજરાતમાં કોરોનાના 2270 કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં પણ ચિંતાજનક રીતે કોરોનાના આંકડા વધી રહ્યાં છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મૃત્યુ થયા છે


કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ફરી ઝડપી વધી રહ્યું છે. વડોદરા, સુરત અને અમદાવાદમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. વાત વડોદરાની કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 10 કોરોનાના દર્દીના મૃત્યુ થયા છે તો 304 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ 2 હજારથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 11 હજારને પાર પહોંચી ગયો છે.

વડોદરા  શહેર અને સમગ્ર  જિલ્લામાં કોરોના વિસ્ફોટના પગલે દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં ધરખમ વધારો ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના (Corona)પોઝિટિવ કેસમાં 27 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.વડોદરા શહેરમાં પણ શરૂ થયેલી કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક બની રહી છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે.


ક્યાં કેટલા મોત થયા?


વડોદરા જિલ્લામાં કોરોનાના સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મૃત્યુ છે. ક્યાં વિસ્તારમાં ક્યા સંક્રમિતોના મોત થયા તેના પર નજર કરીએ તો  કોરોના સંક્રમણના કારણે  શનિવારની સાંજથી રવિવારની સાંજ સુધીમાં ગોત્રીના 45 વર્ષના યુવક, માંજલપુરના 65 વર્ષના વૃધ્ધ, અમદાવાદી પોળના 5૦ વર્ષના આધેડ, દાંડિયાબજારના 8૩ વર્ષના વૃધ્ધ, માંજલપુરના 82 વર્ષના વૃધ્ધ, માણેજાના 78 વર્ષના વૃધ્ધ મહિલા, વાઘોડિયારોડના 58 વર્ષના મહિલા, 48 વર્ષની શિનોર તાલુકાની યુવતી અને પાદરાના 77 વર્ષના વૃધ્ધ મહિલા મળીને 10 દર્દીઓના સારવાર દરમિયાન કોરોના (Corona) સંક્રમણના કારણે મૃત્યુ થયા છે.