Vadodara : વડોદરા કોર્પોરેશનમાં કોરોનાને લઈને નિમાયેલા અધિકારી વિનોદ રાવે આપેલા નિવેદન પર વડોદરા કોર્પોરેશને  સ્પષ્ટતા કરી છે.  વડોદરામાં સારવાર લેતા 4300 દર્દી મુદ્દે આ સ્પષ્ટતા કરવામાં આવી છે. સારવાર લેતા દર્દીઓના આંકડામાં જેમના રિપોર્ટ આવવાના બાકી છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે પરંતુ સિમ્ટોમેટિક છે તેમનો પણ 4300 દર્દીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય જે દર્દીઓ નેગેટિવ થઈ ચૂક્યા છે. પરંતુ ડિસ્ચાર્જ થવાના બાકી છે તેમનો પણ સમાવેશ કરાયો છે. 


રાજ્યના અન્ય જિલ્લામાં અને પડોશી રાજ્યમાંથી આવેલા દર્દીઓનો પણ સમાવેશ થાય છે. જે 310 દર્દી વેન્ટિલેટર પર ગણાવાય છે તે પૈકી 28 દર્દી જ ઈન્વેસિંગ વેન્ટિલેટર પર છે. બાકીના દર્દીઓ બાયોપેપ, એનબીઆરએમ અને હાઈફ્લો ઓક્સિજન મોડ પર છે. વડોદરામાં 28 દર્દી જ ઈન્વેસિંગ વેન્ટિલેટર પર હોવાની આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોરોનાની પરિસ્થિતિને લઈ OSD વિનોદ રાવે નિવેદન  આપ્યું હતું કે સમગ્ર ગુજરાતના જિલ્લા-શહેરોના કુલ દર્દીઓ હોસ્પિટલમાં છે, તેના કરતા વધુ દર્દીઓ વડોદરામાં દાખલ હોવાનો દાવો વિનોદ રાવે કર્યો હતો.  પાયોનિયર કેમ્પસ, ધવલબાગ કેમ્પસ અને ધીરજ મેડિકલ કોલેજમાં વધુ 1500 બેડ ઉભા કરશે.


OSD વિનોદ રાવે નિવેદન  આપ્યું હતું કે 310 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, હજુ 280 વેન્ટિલેટર ખાલી છે. હાલ શહેરમાં 4225 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 7200 પૈકી 3000 બેડ હજુ શહેરની હોસ્પિટલોમાં ખાલી છે. વડોદરામાં સરકારી- ખાનગી મળી કુલ 150 કોવિડ કેર હોસ્પિટલ છે. વડોદરાવાસીઓને ગેરમાર્ગે અફવામાં ન આવવા વિનોદ રાવની અપીલ છે. 150 પૈકી 20 ખાનગી હોસ્પિટલો જ હાઉસફુલ છે.  દર્દીઓએ જ હોસ્પિટલમાં જવા આગ્રહ ન રાખે તેવી અપીલ કરી હતી. વડોદરા તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ  હોવાનું વિનોદ રાવે જણાવ્યું હતું. 


આજે વડોદરા ગોત્રી કોવિદ કેર સામે આવેલ ૧૦૮ના જીએમઆરએસના મીટીંગ હોલમાં વડોદરા સહેરના ઓએસડી વિનોદ રાવ દ્વારા મેક્સ વેન્ટિલેટરનું ઉચ્ચ ટેકનોલોજી આધારિત એચએફઓટી ડિવાઇસ (વેન્ટિલેટર)લોંચ કરવામાં આવ્યું હતું વડોદરાની મેક્સ કંપની આ આધુનિક વેન્ટિલેટર બનાવનાર વિશ્વની ચોથી કંપની બની છે મેક્સ વેન્ટિલેટર કંપની દ્વારા ગોત્રી કોવિડ હોસ્પિટલને આજે બે આ આધુનિક વેન્ટિલેટરનું દાન કરવામાં આવ્યું હતું વડોદરા સ્થિત મેક્સ કંપનીએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ વેન્ટિલેટર બનાવ્યું છે
 
આજે ગોત્રી ખાતે જીએમઆરએસના મીટીંગ હોલમાં ખાસ ફરજ ઉપર ના અધિકારી વિનોદ રાવે કંપનીના ડીરેક્ટર અને નિષ્ણાતો વચ્ચે  મેક્સ વેન્ટિલેટર દ્વારા ઉચ્ચ ટેકનોલોજી આધારિત એચએફઓટી ડિવાઇસ લોંચ કયું હતુંઆ ઉપકરણ પર દર્દીના જીવિત રહેવાની સંભાવના 100% કરે છે ઓપરેટિંગ ખર્ચ / કલાક એક વેન્ટિલેટર કરતા ઘણું ઓછું છે.  


આઇસીયુથી માંડીને હોસ્પિટલના વોર્ડ સુધીની હોમ સેટિંગ્સમાં ક્યાંય પણ ઉપયોગ કરી શકાય છે. ડિવાઇસ, કામ કરવા માટે સરળ અને ઉપયોગી - અસરકારક છે વડોદરા સ્થિત વેન્ટિલેટર ઉત્પાદક મેક્સ વેન્ટિલેટર દ્વારા એક હાઇ ફ્લો ઓક્સિજન થેરેપી ડિવાઇસ (એચએફઓટી) લોન્ચ કરવામાં આવ્યું હતું  આ એચએફઓટી સાધનો પુનર્જીવિત કોવિડ - 19 વાયરસ સામે ચાલી રહેલી લડાઇમાં બળ અને શક્તિ ઉમેરવાનું કામ કર્યું છે.


આ અંગે મેક્ષ કંપની ડીરેક્ટર અશોક પટેલે જણાવ્યું હતું કે જ્યારે આપણે રોગચાળા દરમિયાન આપણા વેન્ટિલેટર ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે અથાગ મહેનત કરી હતી, ત્યારે ડોકટરો અને નિષ્ણાતો સાથેની વાતચીત દરમિયાન અમને લાગ્યું કે વાયરસના હુમલોના પ્રારંભિક કલાકો દરમિયાન ફેફસાના બળતરા શરૂ થતાંની સાથે જ શ્વાસની લાગણી અનુભવાય છે. આ તબક્કા દરમિયાન જો એચએફઓટી ડિવાઇસ દ્વારા ઓક્સિજન પ્રદાન કરવામાં આવે છે,  જેથી જીવન બચવા શક્યતા લગભગ 100 ટકા છે. વધુ આશાસ્પદ રીતે, વેન્ટિલેટરથી વિપરીત એચએફઓટી ઉપકરણોની કોઈ આડઅસર નથી તેમ કહી આ ઉપકરણ સરકારને રાહત દરે આપવાની વાત કહી હતી. જયારે આજે બે વેન્ટીલેટર ગોત્રી હોસ્પિટલને દાન આપ્યું હતું.  નવી શોધ બદલ વિનોદ રાવે કંપનીને અભિનંદન પાઠવ્યા હતા.