પંચમહાલઃ હાલોલ તાલુકાના તરખંડા ગામના ગુમ યુવાનની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.  શૈલેષ ચાવડા નામના યુવકનો મૃતદેહ  ઈટવાડી ગામના કુવામાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે. યુવક બીજી જૂનની સવારે મોટર સાયકલ લઇ ઘરેથી નીકળ્યો હતો..


સાત દિવસથી ગુમ યુવાનનો મૃતદેહ ઈંટવાડી ગામના નેશ ફળિયાની સીમના એક ખેતરના કુવામાથી મળી આવ્યો છે.  ઘટના સ્થળ પાસેથી યુવકની મોટર સાયકલ મળી આવી છે. મૃતક યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવતા યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. 


હાલોલ DYSP સહીતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.  યુવકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી pm રૂમ ખાતે મોકલી તપાસ શરૂ કરી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Surat : અંબિકા નદીના બ્રિજ પરથી કૂદીને પ્રેમી યુગલે કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો મોટો ધડાકો?

સુરતઃ મહુવા તાલુકાના વેલણપુર ગામે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વેલણપુર ગામે અંબિકા નદીના બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરી છે. મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતી સગીર 16 વર્ષની, જ્યારે યુવક 19 વર્ષનો છે. બંને નવસારી જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે. પ્રેમ બાબતે યુવતીની માતાએ ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી છે. ઘટના સ્થળેથી યુવતીએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. 


પોલીસને સગીરાના મોબાઈલ પાછળ કવરમાંથી સૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું 'અમે અમારી મરજીથી સૂસાઈડ કરતા છે અને મારી મમ્મીને અમારાથી બો પ્રોબ્લેમ છે, સ્પેશિયલી મારાથી ઓલરેડી એને તો મને એવુ કઈ જ દિધેલુ હતું કે મરી જા એટલે અમે સ્યુસાઈડ કરતા છે'.


બુધવારે મહુવા તાલુકાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી પ્રેમી પંખીડાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી હતી. ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામે રહેતો 19 વર્ષીય યુવાન તેજસ બલ્લુભાઈ પટેલ નવસારી જિલ્લાની 16 વર્ષીય સગીર પ્રેમિકા સાથે એક્ટિવા મોપેડ પર આવ્યા હતા. સ્યુસાઈડ નોટ લખી બપોરે 3 વાગ્યે વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પરથી સગીર પ્રેમિકા સાથે ઝંપલાવ્યું હતું.


પુલ પરથી નીચે પથ્થર પર પડતા બંનેનું સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે મૃતક સગીરા અને યુવાનના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પુત્રને મૃત હાલતમાં જોઈ પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.