વડોદરાઃ પીસીબી પોલીસ એ રેમડીસીવીર ઇન્જેક્શન (Remdisivir Injection)ની કાડાબજારી કરતા 2ની ધરપકડ કરી છે, જ્યારે 2ની અટકાયત કરી છે. પીસીબીએ 2 અલગ અલગ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી. રાવપુરા અને પાણીગેટમાં ટ્રેપ ગોઠવી હતી. રવિવારે આર્યુવેદિક ડોકટર ધીરેન નાગોરા અને એક પેરામેડિકલ સ્ટાફ રાહુલ વાળંદ ની ધરપકડ કરવામાં આવી હતી.
રેમડીસીવીર ઇન્જેક્શન 7500, અને 9000 માં વેંચતા હતા. રાવપુરા પોલીસ સ્ટેશન અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા છે. મેલ નર્સ કુણાલ અને જીગ્નેશની પણ અટકાયત કરવામાં આવી છે. આ પહેલા ડો. ધીરેન નાગોરાએ ટોસિલિઝુમેબ ઈન્જેકશન વાસદથી 30,000 માં ખરીદી રમેશ પટેલ નામની વ્યક્તિને 43,000માં વેચ્યું હતું.
રેમડેસીવર ઈન્જેકશન કાળા બજારીમાં ડો. ધીરેન અને ગેંગ 8 થી 10 લાખ કમાયાનું અનુમાન છે. પાણીગેટ પોલીસમાં નોંધાયેલા ગુના મામલે પીસીબી તપાસ કરી રહી છે. જ્યારે રાવપુરા પોલીસ માં નોંધાયેલા ગુના મામલે એસ.ઓ.જી પોલીસ તપાસ કરી રહી છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 20, સુરત કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1, સાબરકાંઠા 1 અને સુરતમાં 1 મોત સાથે કુલ 55 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4855 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1907, સુરત કોર્પોરેશનમાં 1174, રાજકોટ કોર્પોરેશનમાં 503, સુરત 295, વડોદરા કોર્પોરેશનમાં 261, જામનગર કોર્પોરેશન 184, મહેસાણા 136, વડોદરા 120, જામનગર 112, પાટણ 97, બનાસકાંઠા 94, રાજકોટ 73, ભાવનગર કોર્પોરેશન 71, નર્મદા 61, ગાંધીનગર 55, ભરૂચ 54, ગાંધીનગર કોર્પોરેશન 51, કચ્છ 50, ખેડા 49, અમરેલી 48, મોરબી 48, નવસારી 48, દાહોદ 45, જૂનાગઢ 44, જૂનાગઢ કોર્પોરેશન 43, મહીસાગર 43, ભાવનગર 39, પંચમહાલ 37, આણંદ 33, બોટાદ 31, સુરેન્દ્રનગર 29, વસાડ 29, અમદાવાદ 26, સાબરકાંઠા 24, દેવભૂમિકા દ્વારકા 20 અને ડાંગમાં 19 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 82,37,367 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,12,678 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 93,50,045 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.