વડોદરા: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 6 ઓક્ટોબરે વડોદરા આવે તેવી શક્યતા છે. વડોદરામાં યોજાનારા સ્વીચ ગ્લોબલ એક્સ્પોના ઉદ્ધાઘટન કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા આવે તેવી શક્યતા છે. પીએમઓમાંથી સેક્રેટરી સંતોષ વૈધે વડોદરાની મુલાકાત લઈ કલેક્ટર અને ઉર્જા ક્ષેત્રના અધિકારીઓ સાથે મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની વિગત મેળવી હતી. વડોદરામાં છ ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સ્વીચ ગ્લોબલ એક્સ્પો કાર્યક્રમ યોજાનાર છે.

ઉલ્લેખીનય છે કે 17 સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે હતા.