વડોદરા: મહિલા કૉંગ્રેસે વડોદરાને ડેંગ્યૂગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ, કર્યા સુત્રોચ્ચાર
abpasmita.in Updated at: 20 Oct 2016 08:08 PM (IST)
NEXT PREV
વડોદરા: વડોદરામાં વધી રહેલા રોગચાળાને લઈને વડોદરાને ડેંગ્યૂગ્રસ્ત જાહેર કરવાની માંગ શહેર કૉંગ્રેસની મહિલાઓએ કરી હતી. મહિલા કૉંગ્રસે વધતા રોગચાળા સામે વિરોધ પ્રર્ધશન પણ કર્યુ હતું. વડોદરામાં ડેંગ્યૂથી 14, ઝેરી મલેરિયાથી 4 અને અન્ય મચ્છરજન્ય રોગોથી 18 લોકોના મૃત્યું છયા છે. શહેરમાં ડેંગ્યૂના 973 કેસ પોઝિટીવ અને 2 હજાર 671 શંકાસ્પદ કેસ નોંધાયા છે, છતાં મહાનગરપાલિકા તંત્ર સ્થિતિ નિયંત્રણ હોવાના દાવા કરી રહી છે, ત્યારે ગુરુવારે શહેર મહિલા કોંગ્રેસે મહાનગરપાલિકામાં પોસ્ટર અને બેનર લઈ સૂત્રોચ્ચાર કરી વડોદરાને ડેંગ્યૂગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. મહિલા કોંગ્રેસે મેયર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મેયરની ગેરહાજરીમાં તેમની ઓફિસના દરવાજે આવેદનપત્ર પણ લગાવ્યું હતું