PM Modi Vadodara Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના અંશો




    • ગણેશ ઉત્સવની ઉજવણી થઈ વડોદરામાં

    • નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે

    • ભારત ના નવા સંસદ ભવન માં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પાસ કર્યું છે, એવા સમયે બહેનોના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો છે

    • વડોદરા આવવાનું મન થાય જ, વડોદરા એ મારા જીવન ના ઘડતર માં અનેક પરિબળો માં યોગદાન આપ્યું

    • વડોદરાએ મને એક દીકરા તરીકે સ્થાન આપ્યું, એક મા પોતાના દીકરા ને દુલાર કરે તેવો પ્રેમ વડોદરા એ આપ્યો

    • આજે જૂની યાદો બધી જ તાજી થઈ

    • મારી કોશિશ છે કે આ દેશ ની માતૃ શક્તિ નું ઋણ ઉતારું

    • આ કાયદો ભવિષ્ય માં વિધાનસભા માં 33 ટકા આરક્ષણ આપશે એ પાકું થઈ ગયું

    • હું આપ સૌને આ મહત્વપૂર્ણ નિર્ણય માટે જેટલી શુભકામનાઓ આપને આપું એટલી ઓછી છે

    • વડોદરા આવું એટલે ઘણી જૂની યાદો તાજી થઈ જ જાય

    • શાસ્ત્રી પોળ, ખારીવાવ, વાડી અને મારું માંજલપુર, ઘડિયાળી પોળ, ગોત્રી,કારેલીબાગ,રાવપુરા,દાંડિયા બજાર

    • તમારા સાથે એટલો સમય વિતાવ્યો છે એ યાદો નો ભંડાર છે






  • વડોદરા આવો એટલે સેવ ઉસળ, લીલો ચેવડો અને ભાખરવડી યાદ આવે

  • વડોદરાને એક સીમા ચિન્હ ગણવામાં આવે છે

  • વડોદરામાં ગાયકવાડ સરકારે દીકરીઓને મફતમાં શિક્ષણ આપ્યું

  • જો માં બાપ દીકરીઓ ને ન ભણાવે તો તેમને દંડ થતો

  • મારુ જન્મ સ્થળ પણ ગાયકવાડ ના બરોડા સ્ટેટમાં જ હતું

  • દેશ અને દુનિયા માં ભારત ના વિકાસ મોડલ ની ચર્ચા થાય છે

  • દેશની સૌથી મોટી તાકાત અમારી માતા અને બહેનો છે

  • તમારામાંથી ઘણી બહેનોને યાદ હશે, ગુજરાતમાં મહિલાઓનો શિક્ષાદર ચિંતાજનક હતો, દીકરીઓ દાખલ તો થાય પરંતુ શિક્ષણ અધૂરું મૂકે

  • નવજાત શિશુ અને માતાઓ જીવ ગુમાવતા હતા, ગુજરાતમાં સ્ત્રી પુરુષનો રેશિયો પણ ચિંતાજનક હતો

  • આજે હું બોડેલી ગયો હતો, બોડેલી માં 4 થી 5 દીકરાઓ મળ્યા,આ દીકરાઓ ને 2002 માં તેમના બાળપણ માં હું સ્કૂલે મુકવા ગયો હતો. આજે તેમાંથી કોઈ ડોકટર છે તો કોઈ ઉચ્ચ શિક્ષિત છે જેની મને ખુશી છે, મારા અનુભવો મને રાષ્ટ્રીય યોજનાઓ બનાવવા માટે કામ લાગ્યા