Vadodara: વડોદરામાં ચકચારી ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટની આત્મહત્યા કેસને લઇને મોટુ અપડેટ સામે આવ્યું છે. મૃતક પીવી મુરજાણીની આત્યહત્યા મામલે પોલીલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં એક્ટિવિસ્ટની માનેલી દીકરી અને માતા બન્ને ભુગર્ભમાં ઉતરી ગયા છે અને બન્નેનું છેલ્લુ લૉકેશન આંકલાવ બતાવી રહ્યું હોવાનું સામે આવ્યુ છે. જોકે, સમગ્ર મામલે પોલીસ પરિવારના નિવેદન નોંધ્યા બાદ જ ફરિયાદ કરીને તપાસ કરશે.
8મી નવેમ્બરે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા નારાયણ ડુપ્લેક્સમાં રહેતા જાણીતા ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ પુરષોત્તમ મુરજાણીએ રાત્રિના સમયે પોતાની જ રિવોલ્વરમાંથી લમણે ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
આ સમગ્ર મામલામાં મૃતક પી.વી.મુરજાણીની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગર ભુગર્ભમાં ઉતરી ગયા હતા. આ પહેલા બન્ને દેવગઢ બારીયામાં છુપાયાની આશંકા સેવાઇ હતી, પરંતુ બાદમાં બંન્નેનું છેલ્લુ લૉકેશન આંકલાવ મળ્યું હોવાનું સામે આવ્યુ હતુ. આખીરાત પોલીસે તપાસ કરી છતાં માતા-દીકરી હાથ ન હતી લાગી. હવે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ આ કેસમાં તપાસ કરશે કે મૃતકે બંન્ને સાથે કેટલા નાણાકીય વ્યવહાર હતા, હાલમાં મૃતકની ઓફિસના અને અન્ય બીજા દસ્તાવેજો કબજે કરી લીધા છે.
જાણીતા ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ પુરષોત્તમ મુરજાણીએ આપઘાત કરતા પહેલા એક લાંબી સ્યૂસાઈડ નૉટ પણ લખી હતી. જેમાં તેમની માનેલી દીકરી અને તેની માતાના અતિશય ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્યૂસાઈડની ઘટનાની જાણ થતાં જ એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમણે તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યા પહેલા મેસેજ વાયરલ કર્યો
આપઘાત કરતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ કર્યો હતો. જેમાં તેમણે તેમની માનેલી દિકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરને કારણે આપઘાત કર્યો તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા પર તેમણે એક મેસેજ પણ વાયરલ કર્યો હતો. સમગ્ર મામલે હાલ પોલીસ સુસાઈડ નોટને આધારે તપાસ કરી રહી છે.
પોલીસે તપાસ શરુ કરી
પુરુષોત્તમ મુરજાણીએ આત્મહત્યા કરવાના અડધા પોણા કલાક પહેલા તેમણે લાંબી સ્યૂસાઇડ નોટ લખી હતી અને સોશિયલ મીડિયા દ્વારા સર્કલમા મોકલી આપી હતી. તેમણે લખેલી સ્યૂસાઇડ નોટમાં એવું પણ લખેલુ છે કે, શહેરના ચકચારી કેસ કે જેમા સીએ અશોક જૈન અને બિલ્ડર નવલ ઠક્કરની જેવી હાલત કરી તેવી હાલત કરવાની ચીમકી માનેલી દીકરી અને તેની માતા દ્વારા આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરેલો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
તેમણે એક વિગતવાર સંદેશો ટાઇપ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરિચીતો સુધી પહોંચતો કર્યો હતો. ત્યાર બાદ પોતે જ લમણે ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું. અંતિમ સંદેશામાં પોતાની માનેલી પુત્રી અને તેની માતા પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
લાયસન્સ વાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી
સમગ્ર ઘટના બાદ સ્થળે પહોંચેલા જી.બી.પલસાણા ACPએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જેના અનુસંધાને પાણીગેટ પીઆઇ, એફએસએલ પણ હાજર છે. તેમણે લાયસન્સ વાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરે હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી હતી. કચેરીની મિલકત હડપ કરવા માટે જાગૃત નાગરિકો દબાણ કરી રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
Mehsana: મહેસાણામાં માત્ર એક જ મહિનામાં 40 નવજાતોના મોત થતા ખળભળાટ, આરોગ્ય મંત્રીએ આપ્યો આ જવાબ