વડોદરા: વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા નારાયણ ડુપ્લેક્સમાં રહેતા જાણીતા ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ પુરષોત્તમ મુરજાણીએ રાત્રિના સમયે પોતાની જ રિવોલ્વર માંથી લમણે ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી . તેમણે આપઘાત કરતા પહેલા એક લાંબી સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમની માનેલી દીકરી અને તેની માતાના અતિશય ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્યૂસાઈડની ઘટનાની જાણ થતાં જ એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમણે તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યા પહેલા મેસેજ વાયરલ કર્યો
આપઘાત કરતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ કર્યો હતો. જેમાં તેમણે તેમની માનેલી દિકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરને કારણે આપઘાત કર્યો તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા પર તેમણે એક મેસેજ પણ વાયરલ કર્યો હતો. સમગ્ર મામલે હાલ પોલીસ સુસાઈડ નોટને આધારે તપાસ કરી રહી છે.
પોલીસે તપાસ શરુ કરી
પુરુષોત્તમ મુરજાણીએ આત્મહત્યા કરવાના અડધા પોણા કલાક પહેલા તેમણે લાંબી સ્યૂસાઇડ નોટ લખી હતી અને સોશિયલ મીડિયા દ્વારા સર્કલમા મોકલી આપી હતી. તેમણે લખેલી સ્યૂસાઇડ નોટમાં એવું પણ લખેલુ છે કે, શહેરના ચકચારી કેસ કે જેમા સીએ અશોક જૈન અને બિલ્ડર નવલ ઠક્કરની જેવી હાલત કરી તેવી હાલત કરવાની ચીમકી માનેલી દીકરી અને તેની માતા દ્વારા આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરેલો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
તેમણે એક વિગતવાર સંદેશો ટાઇપ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરિચીતો સુધી પહોંચતો કર્યો હતો. ત્યાર બાદ પોતે જ લમણે ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું.અંતિમ સંદેશામાં પોતાની માનેલી પુત્રી અને તેની માતા પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
લાયસન્સ વાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી
સમગ્ર ઘટના બાદ સ્થળે પહોંચેલા જી.બી.પલસાણા ACPએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જેના અનુસંધાને પાણીગેટ પીઆઇ, એફએસએલ પણ હાજર છે. તેમણે લાયસન્સ વાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.