સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યતાવત છે ત્યારે વડોદરામાં વોર્ડ 7ના ભાજપ પ્રમુખે મિત્રો સાથે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કર્યો હતો. વોર્ડ 7ના ભાજપ પ્રમુખે બર્થ-ડે પાર્ટીનું સેલિબ્રેશન કર્યું હતું. આ અંગે કારેલીબાગ પોલીસે જાણ થતાં જ પોલીસે ભાજપ વોર્ડ પ્રમુખ સહિત ટોળાં સામે ગુનો નોંધ્યો હતો.
વડોદરામાં વોર્ડ 7ના ભાજપ પ્રમુખ અનિલ પરમારે જાહેરમાં લોકડાઉનનો ભંગ કર્યો હતો. અનિલ પરમારે મિત્રો સાથે બર્થ-ડે પાર્ટી કરી હતી ત્યાર બાદ આ ઘટના સમગ્ર વડોદરામાં ચર્ચાનો વિષય બની હતી. અનિલ પરમારે ટોળાં સાથે બર્થ-ડે પાર્ટી કરીને જાહેરનામાનો ભંગ કર્યો હતો. જોકે આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે ભાજપ વોર્ડ પ્રમુખ અનિલ પરમાર સહિત 7 લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
જાહેરનામાનો ભંગ કરવા બદલ ભાજપ વોર્ડ પ્રમુખ અનિલ પરમાર સહિત 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આરોપીઓની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
લોકડાઉનમાં વડોદરા શહેરમાં ભાજપ વોર્ડ પ્રમુખને મિત્રો સાથે બર્થ-ડે પાર્ટી ઉજવવી ભારે પડી, જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 May 2020 01:23 PM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યતાવત છે ત્યારે વડોદરામાં વોર્ડ 7ના ભાજપ પ્રમુખે મિત્રો સાથે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -