વડોદરાઃ શહેરના વાસણા રોડ પર રહેતી સગીરા પર રીક્ષા ચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે જે.પી. રોડ પોલીસે આરોપી તોસિફ મોહમ્મદની ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, આજથી ત્રણ વર્ષ પહેલા સગીરા ધોરણ-11માં ભણતી હતી, ત્યારે તે 34 વર્ષીય રીક્ષાચાલક તોસિફ મોહમ્મદના સંપર્કમાં આવી હતી. સગીરાને તોસિફે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે સગીરાને ગર્ભ પણ રહી ગયો હતો. જોકે, તેણે ગર્ભપાત કરાવડાવી દીધો હતો.
અત્યારે ભોગ બનનારની ઉંમર 20 વર્ષની છે, તે 2017માં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. ત્યારે તે તોસીફની રીક્ષામાં બેસીને ટ્યૂશન ક્લાસમાં જહી હતી. જેથી બંને સંપર્કમાં આવ્યા હતા. આ સમયે તોસિફે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી.
તોસિફ સગીરને ટ્યૂશન ક્લાસમાંથી તેના ફિરોજનગર સ્થિત મકાનમાં લઈ જતો હતો અને અહીં સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારતો હતો. સગીરા જ્યાં સુધી પુખ્તવયની થઈ ત્યાં સુધી તેને બળાત્કાર ગુજાર્યો હતો. આ સંબંધને કારણે સગીરા ચાર મહિના ગર્ભવતી પણ થઈ ગઈ હતી. જોકે, તોસિફે ગોળી પીવડાવી ગર્ભપાત જે તે સમયે કરાવી દીધો હતો. તોસિફે સગીરાના સાથેના સંબંધના ફોટા પણ પાડ્યા હતા. જે વાયરલ કરવાની તેણે ધમકી પણ આપી હતી.
ભોગ બનનાર યુવતી પુખ્ત વયની થતાં તેના લગ્ની નક્કી થયા હતા. જોકે, તોસિફે લગ્ન પણ તોડાવી નાંખ્યા હતા. આમ, તોસિફથી કંટાળી અંતે સગીરાએ જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાઃ રીક્ષા ચાલકે ટ્યુશન ક્લાસમાં જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ત્રણ વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર, પ્રેગ્નન્ટ થઈ જતાં શું કર્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Oct 2020 03:56 PM (IST)
આજથી ત્રણ વર્ષ પહેલા સગીરા ધોરણ-11માં ભણતી હતી, ત્યારે તે 34 વર્ષીય રીક્ષાચાલક તોસિફ મોહમ્મદના સંપર્કમાં આવી હતી. સગીરાને તોસિફે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -