Vadodara : વડોદરા હાઇવે પર લૂંટ કરનારી ગેંગ ફરો સક્રિય થઇ છે. વડોદરા હાઇવે પર લૂંટ કરનારી ગેંગે રનોલીથી પદમલા વચ્ચે બે અલગ અલગ કારને આંતરી બે પરિવારોને લૂંટ્યા છે. તુફાન જીપમાં આવેલ 8 જેટલા અજાણ્યા લૂંટારુઓએ કાર સાથે તુફાન કાર અથડાવી કારણે આંતરી કાર તોડફોડ કરી અને પરિવારને લૂંટ્યો હતો. આ પરિવાર ગાંધીનગર તેમજ ગોઠડા જઇ રહ્યો હતો.
લૂંટારુઓ સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ભોગ બનનારા પરિવારો પાસેથી જાણવા મળ્યું છે કે આ લૂંટારુઓ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હતા. જો કે આ લૂંટ કરનારી ગેંગ મધ્યપ્રદેશ તેમજ દાહોદ જિલ્લાની હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બનાવ સ્થળે છાણી પોલીસ તેમજ FSLની ટીમ દોડી આવી હતી. આ લૂંટ પ્રકરણમાં સૌથી વધારે મદદરૂપ થઇ શકે એમ હતા એ સીસીટીવી હાઇવે પર બંધ હાલતમાં મળી આવ્યાં છે.
નફીસા આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી સામે નોંધાયો ગુનો
વડોદરાની નફીસા ખોખરાના આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી રમીઝ શેખ સામે ગુનો નોંધાયો છે. રમીઝ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ નોંધવામાં આવ્યો છે. જો કે રમીઝ શેખ હાલ ફરાર છે. ફરાર રમીઝને ઝડપી પાડવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી રહી છે. મળતી માહિતી મૂજબ નફીસા અને રમીઝ લિવઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. રમીઝે લગ્નની ના પાડ્યા બાદ નફીસા આઘાતમાં સારી પડી હતી. નફીસાએ આયશાની જેમ જ આત્મહત્યા કરતા પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર વિડીયો બનાવ્યો હતો, જે પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યો હતો.
નફીસા ખોખરના આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે એક યુવતીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ યુવતી નફીસા અને રમીઝની ખુબ નજીક છે, કારણ કે શબનમ નામની આ યુવતી નફીસા અને રમીઝ જે ઘરમાં ભાડે રહેતા હતા તેમાં જ ભાડે રહેતી હતી. શબનમ તેના પતિ સાથે તો નફીસા તેના પ્રેમી શેખ રમીઝ અહેમદ સાથે એક જ ઘરમાં ભાડેથી રહેતા હતા.