વડોદરા: સમગ્ર રાજ્યમાં ન્યૂ યર અને થર્ટીફર્સ્ટ પહેલા SMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં દારુનો જથ્થો ઝડપી લેવા માટે એસએમસી દ્વારા ટીમો બનાવી કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.   વડોદરામાં દરજીપુરામાં રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થરમારો થયો હતો. આ દરમિયાન અધિકારીઓએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વડોદરામાં બુટલેગરો  દારૂ ધુસાડવા માટે  બેફામ બન્યા છે.  400 પેટી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. SMCની ટીમે ફરાર સાત આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 


22 લાખના દારૂ સાથે SMCની ટીમે ત્રણ બુટલેગરની ધરપકડ કરી


વડોદરાના દરજીપુરામાં બુટલેગરો બેફામ બન્યા છે.  22 લાખના દારૂ સાથે SMCની ટીમે ત્રણ બુટલેગરની ધરપકડ કરી છે. SMCની કાર્યવાહીમાં 7 બુટલેગર ફરાર થયા છે.  પથ્થરમારો થતા સ્વબચાવમાં SMCના અધિકારીએ બે રાઉંડ ફાયરિંગ કર્યુ હતું. હાલ તો સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. 




સમગ્ર અહેવાલ અનુસાર વડોદરાના દરજીપુરા ગામમાં રેડ કરવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન દરોડો પાડતા જ બુટલેગરો  દ્વારા સ્ટેટ મોનિટરિંગ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.  પથ્થર મારો કરતા એસએમસીની ટીમના કેટલાક સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર મામલે એસએમસીએ 22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે. આ હુમલામાં સામેલ અન્ય લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.   


દારુ કટિંગ સમયે SMCએ રેડ કરી 


દરજીપુરામાં દારુ કટિંગ સમયે SMCએ દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે પડાયેલા દરોડામાં પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. સાથે એક ફોરચ્યુનર કાર અને એક કન્ટેનર સહિત કુલ 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પકડાયેલા આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપાયો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. લગભગ 12.30 કલાકે SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. બુટલેગરો દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે સ્વબચાવમાં અધિકારીએ ફાયરિંગ કર્યું હતું. જે બાદ કેટલાક બુટલેગરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જ્યારે 3 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ફોર્ચ્યુનર કાર અને એક મોટું કન્ટેનર સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 


લગ્નમાંથી બાળકનું અપહરણ, 36 કલાક બાદ ઝાડીઓમાંથી મળ્યું, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા