વડોદરાઃ ઇડરના પાવાપુરી તીર્થના બે જૈન સાધુઓની કામલીલા વાયરલ થયા પછી હવે કંડારી ગુરુકુળના બે સાધુની કામલીલા વાયરલ થઈ છે. કંડારી ગુરુકુળના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુની મહિલા સાથેની પ્રાઈવેટ ચેટ વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. ભક્તિ કિશોર સ્વામીએ પોતાના મોબાઈલથી વોટ્સએપ પર એક મહિલા સાથે અશ્લીલ ચેટિંગ કરતા ચેટના સ્ક્રીન શોટ્સ વાયરલ થયા છે. એટલું જ નહીં સ્વામિનારાયણ સાધુના મહિલા સાથેના ફોટા પણ વાયરલ થયા છે. ભક્તિ કિશોર સ્વામી સાધુની વાયરલ થયેલી ચેટમાં મહિલા સાથે ખુબ અશ્લીલ વાતો કરે છે. આ ચેટમાં ભક્તિ કિશોર સ્વામી ખુલ્લેઆમ મહિલાની સાથે અંગતપળો માણવાની પણ વાતો કરે છે. આ સાથે અન્ય એક સાધુના મહિલાના કપડા સાથે ફોટા વાયરલ થયા છે. એટલું જ નહીં, મહિલા સાથે તેમના ફોટો પણ વાયરલ થયા છે. આ સાધુનું નામ ત્યાગ વલ્લભ હોવાનું સામે આવ્યું છે.