વડોદરાઃ રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી તેઓ માંજલપુર ખાતેની બેંકર્સ હાર્ટ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયાથી સારવાર લઇ રહ્યા હતા. ભરતસિંહ ઇન્ટરમીટર હાઈફલો ઓન ઓક્સિજન થેરાપી પર હતા. જોકે, તેમની તબિયત લથડતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે.
ભરતસિંહ સોલંકીને વડોદરાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને અહીં તેમની વધુ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના નેતા ભરતસિંહની તબિયત લથડતા વડોદરાથી ક્યાં લઈ જવાયા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jun 2020 09:57 AM (IST)
ભરતસિંહ સોલંકીને વડોદરાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને અહીં તેમની વધુ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -