વડોદરાઃ વડોદરા કોર્પોરેશનની હદમાં આસપાસના સાત ગામોનો સમાવેશ કરાતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરા કોર્પોરેશનમાં 7 ગામોનો સમાવેશ કરવાના વિરોધમાં સેવાસી ગામના લોકોએ દેખાવો કર્યા હતા. સેવાસી ગામના લોકોએ સેવાસી બચાવો અને કોર્પોરેશન હટાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તે સિવાય ગામજનોએ પૂતળાનું દહન કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. મહત્વનું છે કે વડોદરા કોર્પોરેશનની હદમાં સેવાસીની સાથે ભાયલી, બિલ, વેમાલી, કરોડિયા, વડદરા, ઉંડેરા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાત ગામના લોકો પોતાના ગામને પાલિકામાં સમાવેશ થવાના નિર્ણયથી નારાજ થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નોંધનીય છે કે ગઇકાલે ભાયલી અને બિલ ગામના લોકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને મુખ્ય માર્ગને ચક્કાજામ કર્યો હતો.