વડોદરા મહાનગરપાલીકાએ ચાની કિટલી અને ખાદ્યસામગ્રીની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. વડોદરના મહાનગરપાલીકાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, લોકડાઉન 4.0 અન્વયે બહાર પાડવામાં આવેલી ગાઇડલા મુજબ શરતોને આધિન વેપાર ધંધા ચાલુ કરવા સંબંધિત છૂટછાટ આપવામાં આવેલીછે, તેમાં મગાનગરપાલિકા વિસ્તારમાં ચાની દુકાનો તેની સાથે અન્ય ખાદ્યસામગ્રીની દુકાનો પણ ચાલુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બાબત સરકારની ગાઇડલાઇન સાથે સુસંગત ન હોવાને કારણે દુકાનો ચાલુ ન કરવા જણાવવામાં આવે છે.
નોંધનીય છે કે, આ પહેલા રાજકોટમાં પણ ચાની દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. રાજકોટ કલેક્ટર રામ્યા મોહને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સ્ટ્રીટ વેન્ડર (ચા અને લારી બંધ રહેશે) બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે પણ જણાવ્યું હતું કે, ચાની દુકાનો ખોલી શકાશે નહીં.