વડોદરા: ડભોઇ ગોજાલી ગામે પસાર થતી દેવ નદીમાં અજાણ્યા ઇસમનો મૃતદેહ તણાઈને આવતા અરેરાટી મચી ગઈ છે. આશરે 50 વર્ષના અજાણ્યા આધેડનો મૃતદેહ દેવનદીમાં મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા નદીમાંથી મૃતદેહ બહાર કઢાયો હતો. મૃત્યુનું કારણ અને વ્યક્તિની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહને રેફરલ હોસ્પિટલ મોકલી પી.એમ.કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે આધેડનું મોત પાણીમાં તણાવાના કારણે થયું છે પછી કોઈએ હત્યા કરી છે.


 ભરુચ પાસે અકસ્માત 



અમદાવાદઃ જન્માષ્ટમીના તહેવારના દિવસે જ અલગ અલગ ચાર અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.  અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં  ચાર વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક પાછળ કાર ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અક્સ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અક્સ્માત નડ્યો હતો. અક્સ્માતમાં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે મોત થયું છે. તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે. તમામ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. આ અંગે સાગરભાઈએ જણાવ્યું કે, તેમના ભાઈને ભરુચ ખાતે અકસ્માત થયો હોવાના સમાચાર મળતાં મારા મમ્મી અને અન્ય પરિવારના સભ્યો કાર લઈને નીકળ્યા હતા. જોકે, તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. નડિયાદ પાસે અકસ્માત થતાં મમ્મી, ભાભી, ભત્રીજી અને મિત્રનું મોત થયું. 


મૃતકોના નામ



  • જયશ્રીબેન કિરીટભાઈ પુરાણી

  • કૃતિ આશિષભાઈ પુરાણી

  • જૈની આશિષભાઈ પુરાણી

  • અકબરખાન ફિરદોશખાન પઠાણ (ડ્રાઈવર)









દાહોદ રાત્રી દરમિયાન હીટ અન્ડ રનની ઘટના ઘટી હતી. લીમખેડા સર્કીટ હાઉસ નજીક રેતીના ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત થયું છે. અકસ્માતમા બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ થઈ છે. એકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ મા ખસેડાયો છે. ડમ્પર ચાલક બાઈકને 500 મીટર સુધી ઘસડીને લાવ્યો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મુકી થયો ફરાર. ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.