Vadodara : વડોદરાના સાવલી નજીકના મોક્ષી ગામેથી પકડાયેલા 225 કિલો, 1125 કરોડના ડ્રગ્સ મામલે વધુ ચાર આરોપીઓને ગુજરાત ATS દ્વારા આજે વડોદરા એનડીપીએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે
રાજ્યનું સૌથી મોટું કહી શકાય તેવું ડ્રગ્સ ઓપરેશન મામલે ગુજરાત ATS દ્વારા વડોદરાના સાવલી નજીક આવેલી નેકટર કેમ કંપનીમાંથી અંદાજિત 225 kg જેની કિંમત 1125 કરોડ જેટલી છે એટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
આ ગુનામાં બે આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલને ગતરોજ વડોદરા ની એનટીપીએસ કોર્ટ દ્વારા નવ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ત્યારે આજે આ જ ગુનામાં સંડુવાયેલા વધુ ચાર આરોપીઓને ગુજરાત એટીએસએ વડોદરાની NDPS કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે દરમિયાન નામદાર કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે ગુજરાત ATS આ બાબતે 6 આરોપીઓની વિગતસર પૂછપરછ કરી તપાસ કરશે.
મહત્વનું છે કે રાજ્ય વ્યાપી કહી શકાય તેવા આ ડ્રગ્સના સમગ્ર વિષયમાં આરોપીઓ દ્વારા ડ્રગ્સ ના પ્રોડક્શનમાં કોની પાસેથી ફંડ લેવાયું હતું કોની પાસેથી ડ્રગ્સ ખરીદાતું હતું અને વેચાતું હતું તે દિશામાં પણ તપાસ થશે.
કોંગ્રેસના બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા
કોંગ્રેસના બે પૂર્વ નેતાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે. પૂર્વ ગૃહ રાજયમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. નરેશ રાવલ અને રાજુ પરમારને સી આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. રાજુ પરમારે કહ્યું કે, પહેલાની કોંગ્રેસ અને હાલની કોંગ્રેસ મા ઘણો ફેર છે. કોંગ્રેસમા સિનિયર નેતાઓની અવગણના થાય છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નરેશ રાવલે પ્રેસ કોંફર્સનમા કર્યો અપશબ્દનો પ્રયોગ. કહ્યું ભાજપે ઝંડા યાત્રા નીકાળી તો પાછળ પાછળ કોંગ્રેસે પણ જખ મારીને ઝંડા યાત્રા નિકાળવી. હું કોઈ માગણી વગર બિન શરતી રીતે જોડાયો છું. કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વમા ગુજરાત પ્રત્યે ખૂબ જ ખરાબ વર્તન છે. કોંગ્રેસમાં અમે મૂંઝવણ અનુભવતા હતા.
આ પણ વાંચો :
VADODARA : 3 સ્ટાર અને 5 સ્ટાર હોટેલમાં ટેસ્ટી ખાવાના શોખીનો ચેતી જજો, આ વિડીયો જોઈ તમે ચોંકી જશો