વડોદરામાં સયાજીબાગ બહાર રેકડી ચલાવતી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દબાણ શાખાની ટીમ અને પોલીસે મહિલાને લારી હટાવવાનું કહેતા જ મહિલા ઉશ્કેરાયા અને પોલીસની નજર સામે જ પોતાના હાથ પર ચપ્પુના ઘા ઝીંકી નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવને પગલે થોડો સમય તો અફરા- તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. નોંધનીય છે કે સયાજીબાગમાં બાળમેળાનું આયોજન કરાયું હોવાથી મોટી સંખ્યામાં બહાર લારીઓ લાગી હતી. ત્યારે આજે સવારથી જ દબાણ શાખા અને પોલીસ કર્મચારીઓની ટીમે દબાણ દૂર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન દબાણ શાખાની ટીમ અને પોલીસે મહિલાને લારી હટાવવાનું કહેતા જ મહિલા ઉશ્કેરાયા અને પોલીસની નજર સામે જ પોતાના હાથ પર ચપ્પુના ઘા ઝીંકી દિ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો.
ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે. ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યાં. અહીં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.