Vadodara News: વડોદરામાં નિવૃત ડીવાયએસપીના ભાઈ, ભાભી, ભત્રીજા અને બે ભત્રીજી સહિત છ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. શેરખી ગામની જમીનમાં ગેરકાયદે કબજો કરનાર છ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. જે મુજબ લાખો રૂપિયાની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ કાર્યવાહી કરી રહી છે.
શેરખીમાં મયંક પટેલ, હિમાંશુ પટેલ, પીસિત પટેલ અને નીલય પટેલની સંયુક્ત માલિકીની લગભગ 18 વીઘા જમીન છે. મયંક પટેલના કુલ મુખ અત્યારનો ખોટો ઉપયોગ કરી નવીન પટેલે દસ્તાવેજ કરી આપ્યા હતા. લેન્ડ ગ્રેબિંગ મામલે સંજય કનુભાઈ પટેલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નવીન પટેલની કરી ધરપકડ કરી હતી. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
પરિણીતાએ હથેળીમાં પતિ હેરાન પરેશાન કરે છે લખી ખાધો ગળાફાંસો
સુરતમાં પરિણીતાએ હથેળીમાં પતિ હેરાન પરેશાન કરે છે તેમ લખીને ગળાફાંસો ખાઇ લીધો હતો. સુરતના લીંબાયત ચોર્યાસી ડેરી પાસે ગીતાનગરમાં રહેતા રીક્ષા ચાલકની પત્નીએ રૂમમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
મૂળ ઝારખંડના વતની સુરતમાં લીંબાયત ચોર્યાસી ડેરી પાસે ગીતાનગરમાં રીક્ષા ચાલક પ્રવીણ છોટીનાથ ગોસ્વામી (ઉ.વ.37)ની પત્ની સીતા (ઉ.વ.27) અને બે સંતાન સાથે રહે છે. બે દિવસ પહેલા સીતાએ પોતાના રૂમમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો કઆઈ લીધો હતો. આ અંગે 108ને જાણ કરતાં આવી હતી અને તેને મૃત જાહેર કરતાં લીંબાયત પોલીસને જાણ કરાઈ હતી. પોલસને સીતાના હાથની હથેળીમાં હિન્દી ભાષામાં પતિ હેરાન પરેશાન કરે છે તેવું લખાણ લખેલું મળ્યું હતું. આઠ વર્ષ અગાઉ મૃતકની લગ્ન પ્રવિણ સાથે થયા હતા. પોલીસે હાથમાં લખેલા લખાણના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પદ્મ પુરસ્કારની જાહેરાત
રાષ્ટ્રપતિએ 2023 માટે 106 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ છે. મરણોત્તર આ સન્માન માટે સાત લોકોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં છ પદ્મ વિભૂષણ, નવ પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે અને તેને ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી.
આ યાદીમાં વિદેશી/NRI/PIO/OCI કેટેગરીના બે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. જેમાં એનઆરઆઈ અમેરિકન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ વર્ધનને પદ્મ વિભૂષણ અને કેનેડાના સુજાતા રામાદોરાઈને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ માટે પદ્મશ્રી મળ્યો હતો.
ગુજરાતમાંથી કોને મળ્યું આ સન્માન
બાલકૃષ્ણ દોશી (મરણોત્તર) પદ્મ વિભૂષણ
પદ્મશ્રી
હેમંત ચૌહાણ
ભાનુભાઈ ચિત્રા
મહિપત કવિ
અરિઝ ખમબટ્ટા (મરણોત્તર)
હીરાબાઈ લોબી
પ્રો. (ડૉ.) મહેન્દ્ર પાલ
પરેશભાઈ રાઠવા