ડભોઇઃ ગુજરાતમાં સબ સલામત હોવાના  દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે. ભાજપના ધારાસભ્યએ જ પોલીસના દાવાઓની પોલ ખોલી નાખી હતી. મળતી જાણકારી અનુસાર, વડોદરા જિલ્લા પોલીસ ચુસ્ત નાઈટ પેટ્રોલીંગના દાવા કરી રહી છે. બીજી તરફ ભાજપના જ ધારાસભ્યએ પોલીસના આ દાવાની પોલ ખોલી નાંખી હતી.


મળતી માહિતી અનુસાર ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાના જનસંપર્ક કાર્યાલયના જ તાળા તૂટવાની ઘટના બની છે. જનસંપર્ક કાર્યાલયને તસ્કરોએ નિશાન બનાવતા ધારાસભ્ય રોષે ભરાયા હતાં.  ધારાસભ્યએ કહ્યું કે છેલ્લા 15 દિવસથી ડભોઈ પંથકમાં તસ્કરોનો ત્રાસ વધ્યો છે અને જનતા હેરાન- પરેશાન છે. ત્યારે પોલીસ પ્રશાસન આળસ ખંખેરીને સક્રિય થયેલી તસ્કર ગેંગને પકડે.


એટલું જ નહી ધારાસભ્યએ તો આ મુદ્દે આગામી દિવસોમાં ગૃહરાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાનો પણ દાવો કર્યો હતો. ધારાસભ્યના કાર્યાલય પાસે વર્ષોથી પોલીસ પોઈંટ હતો. જે છેલ્લા થોડા દિવસોથી કોઈ કારણોસર હટાવી લેવાયો હતો. તે સિવાય ડભોઈ મામલતદારના ઘરની સામે પણ એક મકાનના તસ્કરોએ તાળા તોડ્યા હતા. તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ મીડિયા સમક્ષ તસ્કરોના ત્રાસથી ડભોઈને મુક્ત કરાવવા પોલીસને વિનંતી કરી...


ગુજરાત સરકાર આજે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરશે


કોરોના સંક્રમણ નિયંત્રણની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને 4.30 કલાકે કોર કમિટીની બેઠક મળશે. કમિટીની બેઠકમાં નવી એસઓપી બાબતે નિર્ણય લેવાશે. ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં કર્ફ્યુનો યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે વધારાના 17 શહેરમાં ચાલી રહેલા રાત્રી કર્ફ્યુ બાબતે લેવાશે કોર ગ્રુપમાં નિર્ણય લેવામાં આવશે.


ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન


પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક


અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........


Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે