વડોદરાઃ નવલખી મેદાનમાં રાત્રે સગીરા પર 3 યુવકોએ કર્યો ગેંગ રેપ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Nov 2019 09:22 AM (IST)
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર ત્રણ યુવકોએ ગેંગ રેપ કરતા ચકચાર. પોલીસે હાથ ધરી તપાસ.
વડોદરાઃ શહેરના નવલખી મેદાનમાં ગઈ કાલે રાત્રે ત્રણ યુવકોએ સગીરા પર ગેંગ રેપ કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસ સગીરાને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલ લઈ ગઈ છે. બીજી તરફ આરોપીઓને શોધવા માટે પોલીસ દોડતી થઈ છે.