મધ્ય ગુજરાતના આ ટચૂકડા જિલ્લામાં એક સાથે કોરોનાના 14 કેસ આવતાં ખળભળાટ, કુલ બેનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 May 2020 02:05 PM (IST)
મહીસાગર જિલ્લામાં આજે વધુ 14 કેસો નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ 14 કેસો સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 108એ પહોંચી છે.
લુણાવાડાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં છે, ત્યારે હવે અન્ય જિલ્લાઓમાં પણ કેસો વધી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં આજે વધુ 14 કેસો નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ 14 કેસો સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 108એ પહોંચી છે. આજે આવેલા કેસોની વાત કરીએ તો સંતરામપુરમાં 3, લુણાવાડામાં 4, ખાનપુરમાં 3, બાલાસિનોરમાં 2 અને વીરપુરમાં બે કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 41 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સંતરામપુર-3 ૧) 42 વર્ષીય પુરુષ ૨) 45 વર્ષીય પુરુષ ૩) 60 વર્ષીય પુરુષ લુણાવાડા -4 ૧) 35 વર્ષીય પુરુષ ૨) 38 વર્ષીય પુરુષ ૩) 30 વર્ષીય પુરુષ ૪) 35 વર્ષીય પુરુષ ખાનપુર -3 ૧) 20 વર્ષીય પુરુષ ૨) 47 વર્ષીય પુરુષ ૩) 47 વર્ષીય પુરુષ બાલાસિનોર- 2 ૧) 24 વર્ષીય મહિલા ૨) 21 વર્ષીય મહિલા વીરપુર- 2 ૧) 45 વર્ષીય પુરુષ ૨) 26 વર્ષીય પુરુષ