Vadodara: વડોદરામાં મોટા પ્રમાણમાં બદલીઓ કરવામાં આવી છે. એક સાથે 553 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલી કરવામાં આવી છે. સતત 5 વર્ષથી એક પોલીસ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરે આંતરિક બદલીનો ઓર્ડર કર્યો છે.


તાજેતરમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 22 પોલીસ ઈન્સ્પેકટરો(બિન હથિયાર ધારી)ની બદલી કરવામાં આવી હતી. ડીજીપી વિકાસ સહાય દ્રારા  બદલીના આદેશ આપવામાં આવ્યા હતી. જે.એમ. જાડેજા જેઓ હાલમાં વડોદરામાં ફરજ બજાવે છે તેમની બદલી પૂર્વ ગાંધીધામમાં કરવામાં આવી છે. વી.એલ. સાકરિયા જેઓ વડોદરા શહેરમાં ફરજ બજાવે છે તેમને બોટાદમાં ફરજ પર મુકવામાં આવ્યા છે. કે.એન. ભુકાણ જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. વી.એન. મહિલા જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમની બદલી ખેડા ખાતે કરવામાં આવી છે. જ્યારે આર.જે. ગોહીલ જેઓ ભરુચ ખાતે ફરજ બજાવે છે તેમની બદલી નર્મદા ખાતે કરવામાં આવી છે.


આ પહેલા રાજ્યમાં 5 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.  રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા સીધી ભરતીના આઈપીએસ અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-2, સી.આઈ.ડી. (ક્રાઈમ),   ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા જિલ્લો દાહોદ મોકલાયા છે. આઈપીએસ અધિકારી રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, ફ્રોડ ઈન્વેસ્ટીંગેશન સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા મોકલાયા છે.  અગ્રવાલ જિતેન્દ્ર મોરારીલાલા મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક ઉના જિલ્લો ગીર સોમનાથ મોકલાયા છે. નિધિ ઠાકુર    મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-3, સી.આઈ.ડી. (ક્રાઈમ),   ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક કામરેજ જિલ્લો સુરત ગ્રામ્ય બદલી કરવામાં આવી છે. કોરુકોંડા સિદ્ધાર્થ મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી કરી  મદદનીશ પોલીસ અધિક્ષક દાહોદ મુકાયા છે.  ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial