ગઇકાલે વડોદરા  શહેર પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. તપન પરમાર હત્યા કેસ મામલે બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે.


મળતી માહિતી અનુસાર શહેરમાં પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્રની હત્યા કરવામાં આવી હતી. જે બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. બાબર નામના કુખ્યાત આરોપીએ તપન પરમાર પર હુમલો કર્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ તપન પરમારનું મોત થયું. હવે આ ઘટનાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, ગઈકાલે કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. PI, PSI સહિત કુલ 17 અધિકારી અને કર્મચારીઓની એક સાથે બદલી કરવામાં આવી હતી. 


કારેલીબાગ પી.આઈ.બલદાણીયા ની મિસિંગ સેલ માં બદલી કરાઇ હતી તેમજ સેકન્ડ PI કે.એસ.માણિયાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી હતી. સીપી દ્વારા શહેર ના કુલ 12 પી.આઈ ની આંતરિક બદલી ના  આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. આખરે કારેલીબાગ પોલીસ મથક ના કુલ 17 અધિકારી અને કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.  


વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડતી જોવા મળી છે. શહેરમાં પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્રની હત્યા કરાઈ હતી. મહેતાવાડીમાં ઘર્ષણની ઘટનામાં ઘાયલોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પૂર્વ નગરસેવકના પુત્ર તપન પરમાર પણ પહોંચ્યા હતા. 


અહીં બાબર નામના કુખ્યાત આરોપીએ તપન પરમાર પર હુમલો કર્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ તપન પરમારનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે તપન પરમારના બે મહિના પછી લગ્ન હતા. પરંતુ કુખ્યાત આરોપીના હુમલામાં તપનનું મોત થઈ જતા પોલીસની કામગીરી સામે રમેશ પરમારે પણ સવાલ ઉઠાવ્યા હતા. આરોપી બાબર પઠારની અટકાત કરીને કાયદેશરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 


પોલીસે નિવેદન આપ્યું કે, ત્રણ વ્યક્તિ છે, વિક્રમ કરીને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા. સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે, એને પણ ઝગડો થયો હતો. એટલે એને પણ સારવાર માટે અહીંયા લાવેલા હતા અને ત્યારે કાર અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી હતી અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું.