ACCIDENT: કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બાઈક, સ્વીફ્ટ અને ટેન્કરનો એકસાથે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટેન્કર ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. નેશનલ હાઇવે 48 પરના ભારત કોટન ત્રણ રસ્તા પાસે ટ્રીપલ અકસ્માત સર્જાતા એક ટેન્કર ચાલકનું મોત થયું છે. અકસ્માત સમયે ટેન્કર ચાલક ચાલું ટેન્કરે નીચે કૂદી પડતા પોતાના ટેન્કર નીચે આવી ગયો હતો. જો કે, સદનસીબે સ્વિફ્ટ ગાડી અને મોટર સાઇકલના ચાલકનો આબાદ બચાવ થયો છે. કન્ટેનરના ક્લીનરને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે કરજણ સામુહિક આરોગ્ય ખાતે ખસેડાયો છે. ટ્રિપલ અકસ્માત સર્જાતા હાઇવે નં 48 પર ટ્રાંફિકજામના દ્રષ્યો સર્જાયા છે. અકસ્માત બાદ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સૌરાષ્ટ્ર ભાજપના કયા ધારાસભ્યએ ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું ?


Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ ટિકિટવાંછુ અને તેમના સમર્થકો નારાજ છે. આ દરમિયાન આજે કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. પક્ષમાં થતી અવગણનાને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડશે.


તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, હું 1983થી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યુ છે, આમાં ક્યાંય પણ મારી ત્રુટી રહી હોય તો હું પાર્ટીની માફી માંગું છું. હાલના સંજોગમોમાં ખૂબ જ દુખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી કરું છું.


અમરેલી ભાજપના ઉમેદવાર સામે અસંતોષ









ભાજપનું રેપ સોંગ


વિધાનસભાની  ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે પક્ષો-ઉમેદવારો દ્વારા સતત નવા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. ભાજપના સાંસદ-અભિનેતા રવિ કિશને ગુજરાત ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે ગુજરાતી-ભોજપુરી મિશ્રિત રેપ સોંગ તૈયાર કર્યું છે અને જેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ રેપ સોંગના માધ્યમથી વિપક્ષના નેતાઓના એ સવાલોના ઉત્તર આપવામાં આવ્યા છે, જેઓ 'ગુજરાતમાં શું છે?' તેમ કહીને ભાજપને ઘેરતા રહ્યા છે. 'ગુજરાત મેં કા બા (ગુજરાતમાં શું છે?)...ગુજરાતમાં મોદી છે...' તે આ રેપ સોંગના શબ્દો છે. આ ગીતમાં નરેદ્ર મોદીની પ્રમાણિક્તા, ભ્રષ્ટાચાર-પરિવારવાદ સામે તેમની નીતિ, ગુજરાતનો વિકાસ, ગાંધી-સરદારની ધરોહર, સોમનાથ-દ્વારકાનો પણ ઉલ્લેખ છે. આ ગીતને આગામી ટૂંક સમયમાં યુ ટયુબ પર લોન્ચ કરાશે. આ ઉપરાંત ચૂંટણી સભાઓ દરમિયાન પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. રવિ કિશને અગાઉ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી વખતે ભોજપુરી રેપ સોંગ 'યુપી મેં સબ બા' બનાવ્યું હતું.