વડોદરા: ફિઝિયોથેરાપિસ્ટ યુવતિ સાથે રંગરલિયા મનાવનાર ડો. યશેષ દલાલની જામીન અરજીની સુનાવણી મંગળવારે સંપન્ન થઈ ચુકી હતી. વકીલો અને પક્ષકારોથી ભરચક કોર્ટમાં સરકાર અને બચાવ પક્ષ વચ્ચે લાંબી દલીલો ચાલી હતી. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આજે બુધવારે ચુકાદો જાહેર થવાની સંભાવના છે.
ફિજીયોથેરાપીસ્ટ યુવતિના બળાત્કારના આરોપી ડો. યશેષ દલાલની જામીન અરજીનો વિરોધ કરતા સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિલ દેસાઈ અને યુવતિના એડવોકેટ શૈલેષ પટેલે દલીલ કરી હતી કે, ડો. યશેષ વિનોદચંદ્ર દલાલે યુવતિ સાથે નીકટતા કેળવીને 4 ડિસેમ્બર 2014ના રોજ બર્થ-ડે વિશ કરવાના બહાને હોસ્પીટલમાં બોલાવીને પેશન્ટને ચેક કરવાના કાઉચ પર સુવડાવી રેપ કર્યો હતો.
આ અંગે કોઈને જાણ કરીશ તો કેરિયર શરૂ થતાં પહેલા જ પૂરુ કરી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ યુવતિના બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડની વિગતો મેળવી યુવતિના નામે અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરુ માલદિવ્સમાં હોટલ અને એર ટીકિટ બુક કરાવી હતી. યુવતિના અંગત ફોટો વાયરલ કરી યુવતિને સમાજમાં બદનામ કરી છે.
પોલીસમાં ફરીયાદ આપવાની કાર્યવાહી શરૂ કરી હતી જેની જાણ થતાં ફરીયાદ કરતાં રોકવા દબાણ ઉભું કરવા માટે અંગત ફોટોગ્રાફસ વાયરલ કર્યાં હતાં. આ રીતે ફરીયાદીને ધમકી આપવાની તેમજ દબાણમાં લાવવાની ડોક્ટરની માનસીકતા છતી થઈ છે.