વડોદરાઃ વાસણા વિસ્તારના દેવ નગરના મકાનમાં ગેસનો બોટલ ફાટ્યો છે. અચાનક ગેસનો બોટલ ફાટતા બે મહિલાના મોત નીપજ્યા છે. જ્યારે 4થી વધુ લોકો દાઝ્યા છે. બાટલો ફાટતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાટલો ફાટતા આગ ફાટી નીકળી હમકાન ની દીવાલ પણ તૂટી પડી. ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી છે.
મૃતક
1 ચૌહાણ લીલાબેન અંબાલાલ
ઉંમર 65 વર્ષથી વધારે
2. શકુંતલાબેન વિજયભાઈ જૈન (પાડોશી)
આ અંગેની વધુ વિગતો એવી છે કે, આજે સવારે 8 વાગ્યા આસપાસ દેવનગરમાં આવેલા એક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, આ મહિલાનું પણ મોત થતાં બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં ચારથી વધુ લોકો દાઝ્યા છે. જેમની અત્યારે સારવાર ચાલી રહી છે.
સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટને કારણે આગ ફાટી નીકળી હતી. તેમજ બ્લાસ્ટ થતાં 6 મકાનોને અસર થઈ છે. તેમજ જે ઘરમાં બાટલો ફાટ્યો તે ઘરની દિવાલ પણ તૂટી પડી હતી. તેમજ ઘરને ખૂબ જ નુકસાન થયું છે. ઘટનાને પગલે ગમગીની ફેલાઇ ગઈ છે. ઘાયલોની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
Model Commit Suicide: મુંબઇના અંધેરી વિસ્તારમાં એક 30 વર્ષીય મૉડલનો મૃતદેહ મળી આવ્યો છે. મૉડલનો મૃતદેહ હૉટલના રૂમમાંથી પંખા સાથે લટકેલી મળ્યો છે. પોલીસને મૃતદેહ પાસેથી એક સુસાઇડ નૉટ પણ મળી છે. પોલીસે આ કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અનુસાર બુધવારે રાત્રે 8 વાગે હૉટલમાં ચેક-ઇન કર્યુ હતુ, અને ડિનર પણ ઓર્ડર કર્યુ હતુ. ગુરુવારે જ્યારે હાઉસકીપિંગ સ્ટાફે અનેકવાર દરવાજો ખખડાવ્યો તો રૂમ ના ખુલ્યો. જે પછી મેનેજરે પોલીસને આની જાણકારી આપી.
પંખા સાથે લટકેલો મળ્યો મૉડલનો મૃતદેહ -
પોલીસે હૉટલમાં પહોંચીને માસ્ટર કીથી દરવાજો ખોલ્યો, ત્યારે તેને રૂમમાં જોયુ તો તેને મૉડલની બૉડી પંખા સાથે લટકેલી મળી, મૉડલના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
મળી સુસાઇડ નૉટ -
મૉડલની બૉડીની સાથે રૂમમાંથી એક સુસાઇડ નૉટ પણ પોલીસને મળી છે, જેમાં લખ્યુ છે- મને માફ કરજો, કોઇપણ જવાબદાર નથી. હું ખુશ નથી, મને બસ શાંતિ જોઇએ
વર્સોવા પોલીસે એડીઆર અંતર્ગત કેસ નોંધી લીધો અને મૉડલના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે. આ કેસની પોલીસ તપાસ કરી રહી છે.