વડોદરાઃ વડોદરામાં 19 વર્ષની તૃષા સોલંકીની ક્રૂર હત્યાના મામલે વધુ વિગતો સામે આવી રહી છે. તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહેતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તૃષા એક્ટિવા લઈ ટ્યુશન જવા નીકળી હતી. તૃષા નેશનલ હાઇવે પાસે કેવી રીતે પહોંચી તે પોલીસ માટે તપાસનો વિષય છે. એકથી વધુ હત્યારાઓ હોવાની પોલીસને આશંકા છે. તૃષા સાથે કંઇક અજુગતું પણ બન્યા હોવાની પોલીસને આશંકા છે. તૃષાની ચીસો સાંભળી એક મજુર સ્થળ પર દોડી આવ્યો, એક શખ્સને ભાગતો જોયો. મૃતક તૃષા સોલંકીનો ફોન પણ ગુમ થયો.


વડોદરાના નેશનલ હાઇવે પરથી 19 વર્ષીય યુવતીની લોહીથી લથબથ લાશ મળી મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા. નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે તૃષાની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાનો મળી આવ્યાં હતાં.


યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો. જે પોલીસને મળી આવ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખુબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરાયો હતો.મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 


અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, સવારમાં થયો ડબલ ઋતુનો અનુભવ
અમદાવાદઃ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે ડબલ ઋતુનો અનુભવ થયો હતો. ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણ બદલાયું છે. અમદાવાદનું વાતાવરણ વાદળછાયું બન્યું. વાતાવરણ બદલાતા ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. 


અમદાવાદ ઉપરાંત દાહોદ, નવસારી અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણના કારણે વતાવરણમાં ઠંડક છે. ખેડૂતોમાં ચિંતા સેવાઈ. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણય વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા.  કેરી, ચીકુ અને શાકભાજી ના પાક ને વાદળછાયા વાતાવરણથી નુકસાન થવાની ભીતિ. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સર્જાયુ વાદળછાયું વાતાવરણ. આકાશમાં વાદળ ઘેરાતા જગતનો તાત ચિંતિત. વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા. કમોસમી વરસાદ થાય તો ઘઉં,ચણા,મગ સહિત અન્ય પાકને નુકસાની ભીતિ.