પાદરાઃ માસરોડ opમાં ફરજ બજાવતા કોન્સ્ટેબની પત્નીએ આપઘાત કર્યો છે. પરિણીતના  પરિવારજનો  sp કચેરી ખાતે રજુઆત કરશે. મૃતકના ભાઈએ કહ્યું કે,  આ સૂસાઇડ નથી મર્ડર છે. આ શંકાસ્પદ કેસ છે. અમે ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જવાના નથી. મારી બહેને ઘર કંકાસ અને બનેવીના ત્રાસથી આપઘાત કર્યો. દારૂ પીને કાયમ ખેલ કરે છે. અમારે ડીવાયએસપીને ફરિયાદ કરવાની છે. 


મૃતકની માતાએ કહ્યું કે, મારી દીકરીના લગ્નને પાંચ વર્ષ લગ્ન થયા છે. ચાર વર્ષથી માનસિક ત્રાસ આપતાં હતા. પરિવારના તમામ લોકો ત્રાસ આપતા હતા. અઠવાડિયાથી ત્રાસ વધી ગયો હતો. જમાઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. મારી દીકરી ત્રાસથી મરી છે. બપોરે મારી દીકરી રડતી હતી, મને ઘરમાં કોઈ બોલાવતું નથી. સાંજે તેના મૃત્યુના સમાચાર આવ્યા. છેલ્લે ચિરાગે પણ મારી સાથે ન બોલતી તેમ કહી દીધું. આથી મારા દીકરાએ કહ્યું કે હું તને તેડી જાઉ. તો દીકરીએ કહ્યું કે, અત્યારે નહીં, બે દિવસ પછી તેડી જજે. 


Ahmedabad : બહેને પ્રેમલગ્ન કરતાં ગુસ્સામાં યુવકે સગર્ભા બહેન-બનેવીની કરી નાંખી હત્યા, કોર્ટે ફટકારી ફાંસીની સજા


અમદાવાદઃ વર્ષ 2018માં સાણંદમા બનેલા ત્રિપલ મર્ડર કેસમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીના ફાંસીની સજા ફટકારી છે. આરોપી હાર્દિક ચાવડાએ પોતાની ગર્ભવતી બહેન કરુણા અને બનેવી વિશાલ પરમારની હત્યા કરી હતી. બહેને કરેલા પ્રેમ લગ્ન મંજૂર નહીં હોવાથી અદાવત રાખીને હત્યા કરી નાંખી હતી. બે વ્યક્તિઓ અને ગર્ભસ્થ શિશુની હત્યાના કેસમાં આરોપીને જિલ્લા અદાલતના જજ જે. એ. ઠક્કરે દોષિત ઠેરવ્યો. મૃતકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. ગત 26/9/2018નો બનાવ છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા કરી છે.


વિજાપુર ગ્રામ્ય કોર્ટે ફટકારેલી સજા મુદ્દે સરકારી વકીલે કહ્યું કે, હાર્દિક પ્રહલાદ ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મૃતક કરુણાબેને પરિવારની મરજી વિરુદ્ધ વિશાલ સાથે કોર્ટ મેરેજ કરેલા. જેનું મનદુઃખ રાખીને બહેન અને બનેવીનું કમકમાટીભર્યું ખૂન કરેલું છે. કરુણાબેનને ચાર માસનો ગર્ભ હતો. ગર્ભને જીવ પણ આવી ગયેલો હતો. 


કરુણાબેનને આઠ ઘા મારેલા છે અને વિશાલને 17 ઘા મારેલા છે. વિશાલે જીવ બચાવવા એક ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં જઈને 17 ઘા મારીને ખૂન કરી નાંખ્યું હતું. વિશાલના માતા-પિતાને 10 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. રંભાબેન સાહેદ છે, પણ વિકટીમ બન્યાનો ભાસ થઈ રહ્યો છે, તેમને 50 હજાર રૂપિયા આપવાનો હુકમ કર્યો છે.