Vadodara: વડોદરાના પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજસ્થાનના કોટામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના બે કરોડ રૂપિયા પૂર્વ ક્રિકેટર રિશી આરોઠે પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.


ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રિશી આરોઠે કોટામાં સ્વામિનારાયણ મંદિરના બે કરોડ રૂપિયા આંગડિયા મારફતે નાસિક મોકલવાના બદલે સીધા વડોદરા તેના પિતા તુષાર આરોઠેને મોકલી દીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઝોડીદાનમાં એકઠી થયેલી મંદિરની આ રકમ પૂર્વ ક્રિકેટર ઓળવી જતા સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.


કોટા સ્વામિનારાયણ મંદિરના ચાર્ટડ એકાઉટન્ટ શશાંકભાઈએ આંગડિયાથી નાણાં નાસિક મોકલવા માટે રિસી આરોઠેને આપ્યા હતાં. નાસિકમાં આવેલા શિખરબદ્ધ મંદિર અને ગુરૂકુળમાં આ રકમનો ઉપયોગ કરવાનો હતો. જે અંગે મંદિર ટ્રસ્ટની સામાન્ય સભામાં ઠરાવ પણ કરાયો હતો. રિશીએ નાણાં નાસિક મોકલવાના બદલે 1 કરોડ 39 લાખ રૂપિયા વડોદરા ઘરે મોકલ્યા હતા. જ્યારે 60 લાખ રૂપિયા આંગડિયા મારફતે નાસિક મોકલ્યા હતા. જે નાણાં પણ રિશીના સાગરિતોએ લઈ લીધા હતા. SOGએ બિન હિસાબી 1.39 કરોડની રકમ જપ્ત કર્યા બાદ રાવપુરા અને માંજલપુરમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં રિશી આરોઠેની ધરપકડ બાદ છૂટકારો થયો હતો.


સુરતમાં ફરી એકવાર વિદેશમાં ભણવાના નામે એજન્ટો દ્વારા વિદ્યાર્થીઓ છેતરાયા હોવાની ઘટના સામે આવી છે, શહેરમાં અડાજણ પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી છે, જેઓ સુરતથી કેનેડા અને યૂકેમાં વર્ક પરમીટ આપવાના નામે ઠગાઇ કરી રહ્યાં હતા, અને આ ઠગાઇમાં તેમને 36 લાખથી વધુનું છેતરપિંડી કરી હતી. હાલમાં પોલીસે આ બન્નેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 


ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં ફરી એકવાર એજન્ટોની છેતરપિંડી શરૂ થઇ છે. ભારતમાંથી અન્ય દેશોમાં વિઝા વર્ક પરમિટ આપવાના નામે એજન્ટો દ્વારા લાખો રૂપિયાની ઠગાઇ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાંથી કેનેડા અને યૂકેના વિઝા વર્ક પરમિટના નામે ઠગાઈ કરનારા બે ભાઇઓ ઝડપાયા છે, જે શહેરમાં તેમજ અન્ય સ્થળો પર કૃપા એજન્સી નામથી ફર્મ ચલાવી રહ્યાં હતા, હાલમાં અડાજણ પોલીસે આ કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણ અને ભાઈ કલ્પેશ ચૌહાણની ધરપકડ કરી છે, જેમને વિઝા વર્ક પરમિટના નામે 24 થી વધુ લોકો સાથે ઠગાઇ કરી છે. યૂકે અને કેનેડાના સ્ટૂડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે આ ચૌહાણ બ્રધર્સે 36 લાખથી વધુની ઠગાઈ કરી છે. ખાસ વાત છે કે, સુરતમાં અડાજણ ઉપરાંત વડોદરામાં પણ આ કૃપા એજન્સીની ઠેર ઠેર ઓફિસો આવેલી છે. અનેક લોકો આ ચૌહાણબંધુની ઠગાઈનો ભોગ બન્યાની આશંકા સેવાઇ રહી છે. અત્યારે અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.