વડોદરાઃ વડોદરામાં વિધર્મી પરિણીતાના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો છે. ફતેપુરા વિસ્તારમાં રહેતા મયુર પટેલ નામના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફતેપુરા વિસ્તારની એક મહિલાના નામ સાથે સૂસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો છે. મહિલાએ પહેલા પાંચ લાખ પડાવી બીજા 4.50 લાખ માંગ્યાનો આરોપ યુવકે સૂસાઇડ નોટમાં લગાવ્યો છે. 


યુવક પૈસા ન આપે તો તેના પત્ની પાસે ધંધો કરાવવાની ચીમકી ના આરોપ પણ લગાવ્યા છે. હું એને મારી નાખત પણ તે ચાર બાળક ની માતા છે, તેમ પણ સૂસાઇડ નોટમાં યુવકે લખ્યું છે. મૃતકના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધવવાની તજવીજ હાથ ધરી છે. 


યુવકે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મેં આ કામ મારી મરજી વગર કરી રહ્યો છું. મને આ કામ કરવા માટે મરજી વગર કરી રહ્યો છું. હમણા સુધી મેં એને 4.5 લાખ રૂપિયા આપેલ ચે. મેં એને કીધું કે, હવે મારી જોડે બીજા રૂપિયા નથી. તમે મારી જોડે કેમ આવું કરો છો. એ મને કહે છે કે આ તો અમારું કામ છે. અમે બધાને આજ રીતે ફસાવીને રૂપિયા લીધા છે. તારી જોડે રૂપિયા છે એના માટે તો મેં તને ફસાવ્યો છે અને તારી જોડે રૂપિયા ના હોય તો હવે મેં તને પોલીસ કેસ કરીને હેરાન કરીશ અને પછી ત્યાં સમાધાન કરવાના રૂપિયા માગીશ. નહી તો મેં તને આ દવા આપું છું તે ખાઈ લે અને મરી જા. મે એને કીધું કે આવું ના કરો. મારા ઘરમાં મારા સિવાય કોય કામ કરનાર નથી. એ મને એમ કહે છે કે તારી પત્નીના પણ હું મારી સાથે કામે લગાવી દઇશ. મેં એટલો પણ કમ નથી કે મે એને જવાબ આપી શકુ છું. મેં પણ એને મારી નાખત. એના ઘરે એના ચાર બાળક છે એના માટે નહીતર મે એને મારી નાખત.


Gujarat Election : 'ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે;  ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી', રાજકોટ પહોંચેલા ઇટાલિયાનું નિવેદન


રાજકોટઃ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામ ખાતે દર્શન કરવા જઈ રહ્યા છે. તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચતા કાર્યકરોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું હતું. રાજકોટમાં ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપ્યું હતું  કે, ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે. ભૂતકાળમાં પણ પાટીદાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી.


ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રી પદે થી ગાળો ભાંડી છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ. પાટીદાર આગેવાનો સાથે વાત થતા કહ્યું, આવું ન થવું જોઈએ. સ્મૃતિ ઈરાની મારા જુના વિડીયો પોસ્ટ કરે છે પણ તે ગેસના બાટલા માથે લઈને રોડ પર નાચતા હતા તેવા વિડીયો પણ તેને પોસ્ટ કરવા જોઈએ.


ગોપાલ ઇટાલીયા એરપોર્ટ ખાતે પહોંચતા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. મોટી સંખ્યામાં આમદની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા એરપોર્ટ ખાતે. એરપોર્ટ ખાતે ભારત માતાકી જય ઇન્કલાબ જિંદાબાદના નારા લાગ્યા. 
ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.