Vadodara:  રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતના કેસમાં વધારો થઇ રહ્યો છે. વડોદરામાં પણ યુવાન વિદ્યાર્થીનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. એમ. એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા દીપ ચૌધરીનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું.


દીપ ચૌધરી એમ.એસ યુનિવર્સિટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો હતો. તે છોકરાઓની હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો હતો તે દરમિયાન મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો હતો. બાદમાં તેને તરત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના મોતથી પરિવાર અને સાથી મિત્રોમાં દુઃખની લાગણી પ્રસરી છે.


નોંધનીય છે કે રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતની ઘટનાઓ વધી રહી છે.ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કવિતાબેન ભટ્ટને હૃદય રોગનો હુમલો આવતા મોતને ભેટ્યા હતા. નવી બેંચના યુવતી  પોલીસ પરેડ બાદ ઘર પર પહોંચ્યા હતા. એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું. હાર્ટ અટેકના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 28 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં ભાવનગરના ભાખલપરા ગામના યુવતી કવિતાબેનનું હાર્ટ અટેકના કારણે મોત નિપજતા પોલીસ પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી છે.


ઉપરાંત મૂળ બીલીમોરાનો રહેવાસી અને ગાંધીનગર અભ્યાસ કરતા ૨૧ વર્ષીય યુવાનું હૃદય રોગનો હુમલો આવતા મોત થયું હતું. ગાંધીનગર ખાતે આયુષ ગાંધી નામના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બીલીમોરાના જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં આયુષ ગાંધીના મોતના સમાચાર મળતા સમગ્ર પરિવાર આઘાતમાં છે. આ આશાશ્પદ યુવાન ગાંધીનગરમાં આઈટી ફિલ્માં અભ્યાસ કરતો હતો. આ પહેલો કિસ્સો નથી કે જેમાં કોઈ યુવાનને હાર્ટ એટેક આવ્યો હોય પણ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે તેનો આ પુરાવો છે.


હ્રદયરોગ પહેલા વૃદ્ધોને થતો હતો અને તેની સંખ્યા પણ મર્યાદિત હતી, પરંતુ કોરોના પછી જ હાર્ટ એટેકના કેસમાં અચાનક વધારો જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલાઓમાં યુવાનોની સંખ્યા વધુ છે. જો કે આવું શા માટે થઈ રહ્યું છે તેની પાછળનું કારણ શું છે. આ અંગે હજુ સુધી પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. હાલમાં માહિતી એકત્ર કરવા માટે 3 અલગ-અલગ પ્રકારના સંશોધન ચાલી રહ્યા છે. આ દરમિયાન આ અંગે માહિતી આપવામાં આવી છે