Vadodara: સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં યુવતિ દ્વારા યુવક પર ચપ્પુથી હુમલો કરવા મુદ્દે પોલીસે મોનિકા સામે પણ ગુનો દાખલ કર્યો છે. મોનિકા નામની યુવતીએ કરણસિંહ નામના યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો.  મોનિકાએ પણ કાપડના વેપારી કરણસિંહ ફરિયાદ નોંધાવી હતી.મોનિકાએ પોતાના પોલેન્ડમાં રહેતા બોયફ્રેન્ડ નિકુંજ નો નંબર માંગતા કરણે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. વિદેશ ગયેલા બોયફ્રેન્ડનો નંબર માંગી એક યુવતીએ ઉશ્કેરાઇને વેપારીની પીઠ પર ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.જે ગુનામાં હુમલાખોર યુવતીએ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.


મકરપુરા ગામમાં નિશાળવાળા ફળિયામાં રહેતો કરણસિંહ રાજપુતે પોલીસને જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે હું આમ્રપાલી કોમ્પ્લેક્સમાં મારી કાપડની દુકાન પર  હતો.તે દરમિયાન મોનિકા સુર્યવંશી દુકાન પર આવી હતી .મોનિકાએ છેલ્લા આઠ મહિનાથી વિદેશ ગયેલા બોયફ્રેન્ડ નિકુંજનો મોબાઇલ નંબર માંગ્યો હતો , ઉશ્કેરાયેલી મોનિકાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો.મકરપુરા પોલીસે આ અંગે મહા વ્યથાનો ગુનો દાખલ કર્યો હતો.


સામા પક્ષે મોનિકાએ પણ  કરણ રાજપૂત સામે વળતી ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારો મિત્ર નિકુંજ શનાભાઇ પરમાર (રહે.ગીરધર પાર્ક, નોવિનો - તરસાલી રોડ) છેલ્લા દોઢ વર્ષથી પોલેન્ડ રહે છે.તેના થકી મારો  પરિચય કરણ રાજપૂત સાથે થયો હતો.ગઇકાલે હું કરણની દુકાને નિકુંજ પોલેન્ડમાં ક્યાં રહે છે ? તથા તેનો મોબાઇલ નંબર લેવા માટે ગઇ હતી.પરંતુ,કરણ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.અને મને ગાળો બોલવા લાગ્યો હતો.તેણે મને બે - ત્રણ તમાચા ચોડી દીધા હતા.અને નજીકમાં આવેલા શેરડીના કોલા પરથી શેરડી લઇ આવી મારા પર હુમલો કર્યો હતો.તેણે મને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.


કોલેજના પ્રોફેસરની પત્નિ સાથે યુવકે કરી મિત્રતા, લીધા અશ્લીલ ફોટા ને પછી....


 રંગીલા રાજકોટમાં કોલેજના પ્રોફેસરની પત્નિને એક યુવક સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું. યુવકે પ્રોફેસરની પત્નિ સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ આચર્યું હતું. અરૂણ જોષી નામના શખ્સની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. યુવકે મહિલા સાથે મિત્રતા કરીને તેના નગ્ન ફોટા અને રેકોર્ડિંગ કરી લીધા હતા. બાદમાં આ ફોટો અને રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકી આપીને અનેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું.