વડોદરા: વડોદરામાં બંટી બબલીએ એક મેનેજરને બનાવ્યા નિશાન. મેનેજરના ઘરેથી આ બંટી બબલી 1.70 લાખ રૂપીયા અને ચેક બુક લઈ રફુચક્કર થઈ ગયા હતા. દેવસી ગોસાઈ અને સૂચિ મહેતાએ પ્લાન ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરના ઘરને નિશાન બનાવ્યુ હતું. સૂચિ મહેતા ઈનકમટેક્ષ ઓફિસર બની ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેઝરને ત્યા 1.70 લાખ રોકડ અને ચેક બુક લઈ રફુચક્કર થઈ ગઈ હતી.પોલીસે દેવસી ગોસાઈ અને ઈનકમટેક્ષ ઓફિશર નો રોફ મારી લૂંટ ચલાવનાર સૂચિ મહેતા ની ધરપકડ કરી 3 દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે.