Grant Allocation Politics: વડોદરા શહેર ભાજપ પ્રમુખે લોકશાહી માટે શરમજનક નિવેદન આપ્યું છે. ડૉ.વિજય શાહે મતદાતાઓ સાથે ભેદભાવવાળું નિવેદન આપ્યું છે. વિજય શાહે કહ્યું કે, મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવવી જોઈએ. જે વિસ્તારમાંથી મત નથી મળતા ત્યા કામ કરવાની જરુર નથી. રાવપુરામાં વર્ષોથી અમૂક બૂથમાંથી મથ નથી મળતા. માટે વિચારવાની જરુર છે ક્યાં વિસ્તારમાં અગ્રીમતા આપવાની જરૂર છે.
વિજય શાહે કહ્યું કે, બજેટના રૂપિયા ક્યા વપરાય અને ક્યા ન વપરાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. નોંધનીય છે કે, લોકસભા સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં વિજય શાહે આ નિવેદન આપ્યં છે.
કોંગ્રેસ નેતા ચંદ્રકાન્ત શ્રીવાત્સવએ વિજય શાહનું નિવેદન વખોડયું છે. તેમણે કહ્યું કે, 400 પારનો નારો નિષ્ફળ નીવડ્યો એ પ્રજાનો મિજાજ છે. ડો. વિજય શાહનાં નિવેદનને લઈ કોર્ટનાં દરવાજા ખાખડવા જોઈએ. પ્રજાનાં પ્રમુખ બની આવા નિવેદનો ન કરાય. પોતાના અને પોતાની પાર્ટીને લઈ નિવેદન કરાયું છે. લોકોનાં ટેક્સનાં નાણાં કેવી રીતે વાપરવા એ ભાજપ કેવી રીતે નક્કી કરી શકે.