Vadodara Crime News: વડોદરાના પાદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાદરામાં લોનના હપ્તાની ભરપાઈ ના કરી શકાતા યુવકે નર્મદા કેનલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યુ હતું. પાદરા તાલુકાના એકલબારા ગામના ભાવપુરા વિસ્તારમાં રહેતા ઇન્દ્રાજસિહ પઢિયાર નામના યુવકના ત્રણ મહિના પહેલા લગ્ન થયા હતા. તેણે નર્મદા કેનલમાં ભુસકો મારી મોતને વ્હાલું કર્યું હતું. પાદરા પોલીસે યુવકના મૃતદેહ ને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખાતે ખસેડ્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના નડા ગામનાં યુવાને ક્રેડિટ કાર્ડ પર લીધેલી લોનનો બોજ વધી જતાં અને ખાનગી બેન્કોની ઉઘરાણીથી આર્થિક ભીંસમાં આવી જતા ગડા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ડભોઇ તાલુકાના નડા ગામ, ડેકી ફળીયામાં રહેતો જનક માથુરભાઇ વાળંદ (ઉં. 38) વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો.હતા. ક્રેડિટ કાર્ડ પર લોન પણ લીધી હતા. બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી લીધેલી લોનના પૈસા ભરવાના બાકી હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું. દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો. તે વાત મનમાં લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. આ અંગે જીગ્નેશભાઇ માથુરભાઇ ભાટીયાએ ડભોઇ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


 તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલમાં હીરાબા સ્કૂલ સામે આવેલા મેટ્રો સ્ટેશન ઉપરથી 20 વર્ષીય યુવકે છલાંગ મારીને આપઘાત કર્યો હતો. આજે બપોરે યુવક મેટ્રો સ્ટેશનની ગ્રીલ પર ચઢી ગયો અને આંખના પલકારામાં નીચે છલાંગ લગાવી દીધી હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકના પરિવારજનોની ભાળ મેળવીને બનાવ અંગે જાણ કરી હતી અને યુવકના મૃતદેહને  પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નાંેધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મેટ્રો સ્ટેશન ઉપર ફરજ બજાવતા સિક્યુરિટીને પૂછતા તેણે જણાવ્યું કે યુવક અહી આંટા મારતો હોવાથી તેને પૂછતા તો વસ્ત્રાલ ગામમાં જવું છે તેમ જણાવતો હતો.


આ પણ વાંચોઃ


જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....