ગાંધીનગરઃ વડોદરામાં વડોદરામાં એનજીઓમાં કામ કરતી યુવતી પર ગેંગરેપ અને આપઘાતના કેસમાં મોટો ધડાકો થયો છે. આ યુવતી પર બળાત્કાર ગુજારાયો છે કે નહીં તે અંગે ફોરેન્સિક ટેસ્ટ કરાવાયો હતો. યુવતી પર બળાત્કાર થયો હતો કે કેમ તેનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
ગાંધીનગર એફએસએલ દ્ધારા રેલવે પોલીસને એફએસએલનો રિપોર્ટ સુપરત કરાયો છે. એફએસએલ રિપોર્ટમાં પીડિતા યુવતી પર બળાત્કાર થયો ન હોવાનું બહાર આવતાં નવો વળાંક આવ્યો છે. બહુચર્ચિત આ કેસમાં
પોલીસે ગેંગરેપનો ગુનો નોંધ્યો છે. પોલીસે સાયોગિક, મેડિકલ અને ઓરલ પુરાવાઓના આધારે સામૂહિક બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. રહસ્યમય રીતે મોતને ભેટનારી યુવતીના પીએમ રિપોર્ટમાં શરીર પર ઈજાનાં નિશાન મળ્યાં હતાં. તેના આધારે તથા અન્ય પુરાવાના આધારે ગેંગ રેપ થયો હોવાનો કેસ નોંધાયો હતો. આ કેસમાં મકરપુરા પોલીસ સ્ટેશનના ત્રણ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ, જીગ્નેશ અને અજીતસિંહના નિવેદન લેવાયાં છે. એફ ડિવિઝનના એસીપી એસ બી કુંપાવતે નિવેદન લીધાં છે. આ ત્રણેય કોન્સ્ટેબલ પર મહિલા બુટલેગર પાસેથી હપ્તો લેવાનો આરોપ પણ છે.
સમગ્ર ગુજરાતમાં ચકચાક જગાવનારા આ કેસમાં ઘટનાના એક માસ બાદ પણ આરોપીઓ પકડાયા નથી. આ કેસમાં તપાસ માટે સીટની રચના કરાઈ છે. થોડા દિવસ પહેલાં જ એસ.આઈ.ટી વડા સુભાષ ત્રિવેદીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્રિવેદીએ વેકસીન મેદાનથી યુવતીની ઓફિસ સુધીનુંના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે ઓએસીસ સંસ્થાના શાલીન એપાર્ટમેન્ટ ખાતે પણ તપાસ કરાઈ હતી.
આ કેસમાં પીડિતા યુવતીના માં બાપ 1 ડીસેમ્બરે વડોદરા રેલવે પોલીસ ઓફિસ આવી અધિકારીઓને મળ્યા હતા. તેમણે ઓએસીસી સંસ્થા સામે કાર્યવાહી કરવા અને ઝડપથી આરોપીઓ પકડવા માંગ કરી હતી. વડોદરાની યુવતીનો મૃતદેહ ટ્રેનના ડબ્બામાં વલસાડ ખાતે મળ્યો હતો.