વડોદરાઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ છ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. વડોદરા મનપાની પણ આ તારીખે ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે ભાજપ ગમે ત્યારે પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. જોકે, ઉમેદવારોની જાહેરાત પહેલા જ વડોદરા ભાજપની જૂથબંધી પાર્લામેન્ટરી બોર્ડમાં સામે આવી છે.
વડોદરા મનપા કબ્જે કરવા ધારાસભ્યો અને શહેર સંગઠન સામસામે આવી ગયા છે. તમામ ધારાસભ્યો એક થઈ સંગઠન વિરુદ્ધ પડ્યા છે. પોતાના માનિતાને ટિકિટ આપવા અને બીજાના નામો કાપવાના રાજકીય દાવપેચ બોર્ડમાં ખુલ્લા પડ્યા છે. બોર્ડમાં એક ધારાસભ્ય અને સાંસદ પોતાના ઉમેદવારને ટિકિટ આપવાને લઈ સામસામે આવી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ગુજરાતની કઈ મનપામાં ટિકિટ મુદ્દે ભાજપના જ દિગ્ગજ નેતાઓ આવી ગયા સામસામે? નામ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2021 10:14 AM (IST)
વડોદરા મનપા કબ્જે કરવા ધારાસભ્યો અને શહેર સંગઠન સામસામે આવી ગયા છે. તમામ ધારાસભ્યો એક થઈ સંગઠન વિરુદ્ધ પડ્યા છે. પોતાના માનિતાને ટિકિટ આપવા અને બીજાના નામો કાપવાના રાજકીય દાવપેચ બોર્ડમાં ખુલ્લા પડ્યા છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -