વડોદરા:  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દારુ મળવાનો સિલસિલો યથાવત છે. ગુજરાતમાં દારુ બંધી હોવા છતા દારુનું ખુલ્લેઆમ વેચાણ  થઈ રહ્યું છે. ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો છે.  વડોદરા ક્રાઈમ બ્રાંચે ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની અલગ-અલગ ભઠ્ઠીઓ શોધી કાઢવામાં આવી હતી. 


વડોદરા ક્રાઈમ બ્રાંચે વિવિધ 5 ટીમો બનાવી ભાલીયાપૂરા, બીલ, તલસટ, વડસર, રણોલી કોયલી, છાણીના ગ્રામ્ય વિસ્તારોમાં 10 દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી 113 લીટર દારૂનો નાશ કર્યો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દેશીદારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો. ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની અલગ અલગ ભઠ્ઠીઓ શોધી કાઢવામાં આવી હતી.  પોલીસે વિવિધ 5 ટીમો બનાવી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી 113 લીટર દારૂનો નાશ કર્યો.


જંગલ જેવા વિસ્તારોમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી. જેને ક્રાઈમ બ્રાંચે ડ્રોન કેમેરાની મદદથી શોધી કાઢી હતી અને અંદાજીત 113 લીટર જેટલા દારૂના જથ્થો નાશ કર્યો છે.


પાછોતરા વરસાદના કારણે મગફળી,સોયાબીન અને બાજરી સહિતના પાકને નુકશાન


રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદના કારણે મગફળી,સોયાબીન અને બાજરી સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.  ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા સહિતના વિસ્તારમાં આફતરૂપી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે.  


ખેડૂતોના મતે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો પાકની લલણીના સમયે જ વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે.  પાછોતરા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો.  ન માત્ર મગફળી પરંતુ અડદ,મગ,સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે.


રાજ્યમાં ફરી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ જતા ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો ડુંગળીના ભાવ 50 રુપિયાએ પહોંચ્યા છે. છેલ્લા 15 દિવસમાં જ ડુંગળીના ભાવમાં 20 થી 25 રૂપિયા નો વધારો થયો છે. ગત વર્ષની જેમ આ વર્ષ પણ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.