Vadodara News: ગુજરાતમાં આજે બીજી એક મોટી ગુનાખોરીની ઘટના સામે આવી છે, આ પહેલા અમદાવાદમાં દારૂની મહેફિલ બાદ ફાયિરંગની ઘટના ઘટી હતી, તો વળી, વડોદરામાં પેટ્રૉલ પમ્પ પર ખુલ્લી તલવારો સાથે ટોળકી ધસી આવી અને લૂંટ મચાવીને ફરાર થઇ ગઇ હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના વડોદરાના પેટ્રૉલ પમ્પ પર ચીકલીકર ગેન્ગે આતંક મચાવ્યો હતો, 20 થી 25 જણાનું ટોળુ બાઇક પર આવીને પેટ્રૉલ પમ્પ પર લૂંટ મચાવીને ભાગી ગયુ હતુ. હાલ આ મામેલે પોલીસ તપાસ ચાલુ છે.




હાલમાં જ માહિતી મળી છે કે, વડોદરાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પેટ્રૉલ પમ્પ પર લૂંટની ઘટના ઘટી છે. હાલમાં જ ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના વડોદરાના પેટ્રોલ પંપ પર લૂંટ થઇ છે. વડોદરાના ન્યૂ વીઆઈપી રૉડ પર આવેલા શૈલેષ સોટ્ટાના જિઓના પેટ્રૉલ પમ્પ ચિકલીકર ગેન્ગ ટોળકી ત્રાટકી હતી. આ ગેન્ગના 20 થી 25 સભ્યો પેટ્રૉલ પમ્પ પર ખુલ્લી તલવારો અને પાઇપો સહિતના હથિયારો સાથે અલગ-અલગ બાઇકો પર ધસી આવી હતી. આ ગેન્ગે પેટ્રૉલ પમ્પના કર્મચારીઓ પર હુમલો કરીને 80 થી 90 હજાર ઝૂંટવી લીધા હતા. કેટલાક કર્મચારીઓને ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મારામારી અને લૂંટની ઘટના ધારાસભ્યના પેટ્રૉલ પમ્પ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. લૂંટ અને મારામારીના ઘટના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે 1 આરોપીની ધરપકડ કરી લીધી હતી. 


દાહોદમાં તસ્કરો ત્રાટક્યા, ઘરમાંથી રોકડ, દાગીના સહિત લેપટૉપ લઇને ફરાર, માલિક માલિકને પણ માર્યો


દાહોદમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. દાહોદમાં એક સોસાયટીમાં ચોરોએ ચોરી કરવા માટે અનોખી રીત અપનાવી છે, જે ઘરમાં ચોરી કરવાની હતી, જેમાં ઘૂસતા પહેલા સોસાયટીના અન્ય ઘરોને બહારથી બંધ કરી દીધા અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઘરમાં ઘૂસીને રોકડ રકમ અને સોનાના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, દાહોદમાં ગઇરાત્રે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે અનોખી રીત અપનાવી છે. શહેરની મેઘદૂત સોસાયટીમાં ગઇરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, તસ્કરોએ સૌથી પહેલા સોસાયટીના અન્ય ઘરોને બહારથી બંધ કરી દીધા હતા, આ પછી ત્રણ તસ્કરોએ સાસાયટીમાં રેકી કરતાં રહ્યાં હતા, અને ચાર તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ચોરી કરવા ગયેલા તસ્કરોએ ઘરમાથી રોકડ રકમ, સોનાના દાગીના અને લેપટૉપની ચોરી ગયા હતા, જોકે, તે સમયે મકાન માલિક જાગી જતાં તસ્કરોએ તેના પર હથોડા વડે હૂમલો કર્યો હતો. રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.