Vadodara Crime News: રાજ્યમાં વધુ એક મોટી સ્કૂલ વિવાદોમા સપડાઇ છે. વડોદરાની જેનિથ સ્કૂલ વિદ્યાર્થીઓને ધમકાવવા બાબતે વિવાદોમાં ઘેરાઇ છે. હાલમાં માહિતી મળી છે કે, જેનિથ સ્કૂલની એક શિક્ષિકાએ વિદ્યાર્થીઓને ફી બાકી હોવા મુદ્દે ધમકાવ્યા છે. સ્કૂલની શિક્ષિકાએ વિદ્યાર્થીઓને ધમકાવતા કહ્યું કે, તમારી ઔકાત નથી કે તમે ભણી શકો. જોકે, આ મુદ્દે હવે વિવાદ વધુ ઘેરાયો છે. 




મળતી માહિતી પ્રમાણે, વડોદરાની જેનિથ સ્કૂલ વિવાદોમાં સપડાઇ છે. વડોદરાના ડભોઇ રૉડ પર આવેલી જેનિથ સ્કૂલમાં આ ઘટના ઘટી છે, જેનિથ સ્કૂલની શિક્ષિકા ફિરોજા મેડમ અવારનવાર વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાની ફરિયાદો ઉઠી છે, અત્યારે સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓની ફી બાકી છે, આ બાબતે ફિરોજા મેડમ ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીઓને ધમકાવવા લાગ્યા હતા, તેમને સ્કૂલના ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓને ફી બાકી હોવાની વાતને લઇને તેમને કહ્યું કે, 'તમારી ઔકાત નથી કે તમે ભણી શકો', ફિરોજા મેડમ દ્વારા આ વિદ્યાર્થીઓને ક્લાસમાં છેલ્લી બેન્ચીસ પર બેસાડવા અને બેન્ચીસ ઉભા રાખવાની સજા પણ અપાઇ હતી, વિદ્યાર્થીઓને સતત અવારનવાર ત્રાસ પણ અપાઇ રહ્યો છે. આ વાત બહાર આવતાની સાથે જેનિથ સ્કૂલ સામે વિરોધ ઉભો થયો હતો. આ મુદ્દે વિરોધ નોંધાવવા વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જેનિથ સ્કૂલ પહોંચ્યા હતા. મુદ્દો વધુ ગરમાતા જેનિથ સ્કૂલના આચાર્યા રેશ્મા શેખે આ મામલે તપાસ કરવાની બાંહેધરી આપી હતી.


સ્કૂલમાં 5માં ધોરણની વિદ્યાર્થિનીને કરાટે શિક્ષકે ન્યૂડ વીડિયો બતાવ્યો


અમદાવાદમાંથી વધુ એકવાર હવસનો પૂજારી શિક્ષક ઝડપાયો છે, સમાચાર મળી રહ્યાં છે કે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કરાટે શિક્ષકે ધોરણ પાંચમા ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવીને અડપલાં અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાતને લઇને વિદ્યાર્થિનીના વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને કરાટે શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, પોલીસે હાલ કરાટે શિક્ષકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાથી વધુ એક મોટો છેડતીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં આ ઘટના ઘટી છે, અહીં એક કરાટે શિક્ષક જેનુ નામ આર્ય દુબે છે, તેને સ્કૂલમાં જ પાંચમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવ્યો છે. શિક્ષકની દાનત વિદ્યાર્થિનીની પર બગડી અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આખો મામલો પ્રકાશમાં આવી જતાં વિદ્યાર્થિનીના માતા પિતાએ હવસના પૂજારી શિક્ષક વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાસ વાત છે કે, એકલવ્ય સ્કૂલની આ પાંચમા ધોરણની વિદ્યાર્થિનીએ આ વાતની જાણ તેના ઘરે કરતાં વાલીએ સ્કૂલમાં જઇને હોબાળો મચાવ્યો હતો, અને વાલીએ તાત્કાલિક પગલાં ભરતાં કરાટે શિક્ષક વિરૂદ્ધ રામોલ પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે કરાટે શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.


જંબુસરમાં બની હૃદય કંપાવી દેતી ઘટના,બંને બહેનોને નશાકારક ઇંજેકશન આપી આચર્યું દુષ્કર્મ


ભરૂચના જંબુસરમાં ચૌંકાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 દિવસ  પહેલા 4 યુવકોએ મળીને બંને બહેનોના અપહરણનો પ્લાન કર્યો અને બંને બહેનોને ઇકો કારમાં બેસાડીને તેમને ફાર્મ હાઉસ લઇ ગયા હતા. આ સાથે તેમણે નશાકારક ઇંજેકશન પણ સાથે લીધા હતા. બાદ બંને યુવતીઓને નશાકારક ઇંજેકશન આપ્યાં હતા અને તેમના પર દુષ્કર્મ પણ કર્યું હતું. આટલું જ નહી આરોપીએ તેમનો વીડિયો પણ બનાવ્યાની ફરિયાદ નોંઘાઇ છે. સમગ્ર ઘટનામાં પોલીસે  4 આરોપી વિરોધ ફરિયાદ નોંધી છે.જેમાં બે આરોપી યાસીન અને નઈમ નામના શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.