Crime: ઘરો જ નહીં હવે શાળાઓ પણ તસ્કરોની નજરથી સુરક્ષિત નથી રહી, હાલમાં જ વડોદરાના સાવલીમાં તસ્કરોએ એક શાળામાં ચોરીની ઘટનાને અંજામ આપીને ત્રણ લાખથી વધુનુ માલમત્તા લઇને ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે, આ અંગે હવે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના સાવલીમાં ગઇરાત્રે એક સાથે બે ચોરીની ઘટના ઘટી છે, આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ખરેખરમાં, ગઇરાત્રે સાવલી તાલુકાના ટુંડાવ ગામની ટુંડાવ પ્રાથમિક શાળામાં તસ્કરોનો હાથ ફેરો કર્યો હતો, જેમાં તસ્કરો આ શાળામાં બારીની ગ્રીલ તેમજ દરવાજા તોડીને શાળામાં પ્રવેશ્યા હતા અને શાળામાંથી 2 કૉમ્પ્યુટર, 3 પ્રિન્ટર અને 1 લેપટોપ તેમજ ટીવી સહિત આશરે ૩.૫૦ લાખ રૂપિયાો સામાન ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ મંજુસર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જોકે, ખાસ વાત છે કે ગઇ રાત્રે માત્ર શાળામાં જ નહીં ગામમાં એક સાથે બે ચોરીની ઘટનાઓ બનતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. 


તસ્કરો લાખોના દાગીના ને અડ્યા પણ નહીં ને ટીવી લઇને ભાગ્યા 


રાજકોટમાં આજે એક વિચિત્ર ચોરીની ઘટના ઘટી છે, એક અધિકારીના ઘરમાં ગઇકાલે તસ્કરો ત્રાટક્યા હતા, આ તસ્કરોએ ઘરમાં રહેલા લાખોના દાગીના ના ઉઠાવ્યા પરંતુ માત્ર ટીવીની ચોરી કરીને ભાગી ગયા હતા, જોકે, આ વિચિત્ર ચોરી અંગે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે. માહિતી એવી છે કે, ગઇકાલે EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, આ EPFO ડેપ્યૂટી કમિશનરનું ઘર થોડાક પહેલા જ CBIએ સીલ કર્યુ હતુ, કેમ કે આ EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરને લાંચ કેસમાં સીબીઆઇ દ્વારા સીલ મારવામાં આવ્યુ હતુ. ખાસ વાત છે કે, આ સીલ કરેલા ઘરમાં ગઇ કાલે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, જ્યારે તસ્કરોએ હાથ ફેરો કર્યો તો ઘરમાં રહેલા 25 લાખના દાગીના સહીસલામત રાખ્યા હતા અને તસ્કરો માત્ર ટીવી ચોરી ગયા હતા. આ સીલ થયેલા ઘરમાં ચોરી થતાં ગાંધીનગરથી પણ સીબીઆઇની ટીમે દોડીને રાજકોટ પહોંચી હતી. આ પછી આ ચોરીના બનાવ અંગે સીબીઆઇએ મકાન માલિકને FIR કરવા માટે સૂચના આપી હતી, જે પછી યૂનિવર્સીટી પોલીસે આ તસ્કરીની ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.