વડોદરાઃ જો તમે મેડિક્લેમ લીધો હોય તો તમને ખબર હશે કે, વીમા કંપનીઓ દ્વારા ક્લેમ પાસ કરવા માટે વીમા ધારકને 24 કલાક ફરજિયાત હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી હોવાનું જણાવે છે. આથી જ્યારે વીમા ધારકને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની હોય અને તેને ક્લેમ પાસ કરાવવાનો હોય ત્યારે તેને 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. જોકે, વડોદરા ગ્રાહક કોર્ટે વીમા ધારકોની તરફેણમાં ખૂબ જ મોટો ચુકાદો આપ્યો છે. 


વડોદરા ગ્રાહક કોર્ટનો મહત્વ ચુકાદો સામે આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ ના થયા હોય અને સારવાર કરવી હોય તો વીમા કંપની કલેમ નકારી ના શકે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સારવાર કરી હોય તો દાખલ ના પણ થવું પડે. વડોદરામાં આંખની સારવાર કરવાનાર દર્દીને 9 ટકાના વ્યાજ સાથે કલેમની રકમ ચૂલાવવા કોર્ટે આદેશ કર્યો છે. હોસ્પિટલ માં 24 કલાક દાખલ રહેવું પડે તે જરૂરી નથી.


ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 870   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 8014  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 53 લોકો વેન્ટીલેટર પર છે. 7961 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,00,204 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,864 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 13 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 2221 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.45  ટકાએ પહોંચ્યો છે. આજે 1,82,549 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, વડોદરામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, ગાંધીનગરમાં બે, દાહોદમાં એક, રાજકોટમાં એક, બોટાદમાં એક કોરોના દર્દીનું મોત થયું હતું.


અત્યાર સુધીમાં કુલ  12,00,204  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.45 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને પ્રથમ અને 42 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2307 ને પ્રથમ અને 12,656 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12,483 ને પ્રથમ અને 57,218 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 8452 ને પ્રથમ અને 62,760 ને બીજો ડોઝ અપાયો હતો. 26,611 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,82,549  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,17,45,636 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.