Vadodara: વડોદરાના અનગઢ ગામમાં વરઘોડામાં ફાયરિંગ કેસમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

નંદેશરી પોલીસે વિદેશથી પરત ફરતા યોગપાલસિંહ ગોહિલની ધરપકડ કરી હતી.

Continues below advertisement

વડોદરામાં અનગઢ ગામમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરનાર જિલ્લા ભાજપ ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, વડોદરાના અનગઢ ગામમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નંદેશરી પોલીસે વિદેશથી પરત ફરતા યોગપાલસિંહ ગોહિલની ધરપકડ કરી હતી. માજી મંત્રી ઉપેન્દ્રસિંહ ગોહિલના પુત્ર યોગપાલસિંહ ફાયરિંગ કર્યાના બીજા દિવસે બેંગકોક ફરાર થઈ ગયો હતો.

Continues below advertisement

જોકે, 10 દિવસ બાદ બેંગકોકથી પરત ફરતા ગઈકાલે નંદેશરી પોલીસ સ્ટેશન હાજર થયા હતા. આ અગાઉ ફાયરિંગ પ્રકરણમાં સામેલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 12 બોરની બે રાઈફલ જપ્ત કરી ફોરેન્સિક લેબોરેટરી ખાતે ટેસ્ટીંગ માટે મોકલાઇ હતી. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ પ્રદેશ ભાજપને રિપોર્ટ સોંપશે.

Vadodara: ગુજરાતમાં એશિયાની સૌથી મોટી લેબોરેટરી ઊભી કરાય, ફૂડ સેમ્પલનો રિપોર્ટ હવે આવશે કલાકોમાં

વડોદરા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરા ખાતેની નવનિર્મિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી લોકાર્પણ કર્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી સહિત 82 કરોડના વિકાસના કામનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે કર્યું. વડોદરામાં 48 કરોડના ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી અને પંચમહાલ જિલ્લાના મોજરી ગામના આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું આ સાથે છોટા ઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 100 બેડ ફિલ્ડ હોસ્પિટલ ૪૨ બેડ પીડીયાટ્રીક 20 બેડ આઈસીયુ સહિતના લોકાર્પણના કામ કર્યા.

આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરીમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. દવાઓ સહિતના સેમ્પલોનું  તાત્કાલિક પરીક્ષણ થાય તે પ્રકારની એશિયાની સૌથી મોટી લેબોરેટરી ઊભી કરાય છે. વારે તહેવારે લેવાતા ફૂડ સેમ્પલોના 15 દિવસે પરિણામો આવતા હતા. જો કે, હવે તાત્કાલિક ફૂડ સેમ્પલોના ટેસ્ટિંગ પરિણામ આવે તે માટે અત્યાધુનિક ટેક્નિલોજીની જરૂર છે. જ્યાં પણ સેમ્પલ લેવાય અને કલાકોમાં એનું પરિણામ આવે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. તહેવારોમાં લેવાતા ફૂડના સેમ્પલ જેના ટેસ્ટિંગ પરિણામ આવે તે પહેલા લોકો તે ખાદ્ય પદાર્થો ખાઈ ચૂક્યા હોય છે તે વાતનો આરોગ્ય મંત્રીએ સ્વીકાર કર્યો હતો.

સિક્યુરિટી સામે પણ કાર્યવાહી થશે

હાલ વડોદરામાં આરોગ્ય વિભાગની 20 મોબાઈલ વાન સ્થળ ઉપર જ અમુક પ્રકારના પરીક્ષણ કરી તાત્કાલિક પરિણામ આપે છે. એસએસજી હોસ્પીટલમાં દર્દીઓનું ભોજન સ્વાન આરોગતા હતા તે મામલે તપાસના આદેશ અપાયા છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે. આ ઉપરાંત સિક્યુરિટી સામે પણ કાર્યવાહી થશે. જોકે 1947 મા વડોદરામાં રજવાડા સમયે ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી શરૂ કરાઈ હતી તેને અપડેટ કરાઈ છે. લેબ માં 12000થી વધુ ખોરાકના નમુનાનું પરીક્ષણ થશે

Continues below advertisement
Sponsored Links by Taboola