વડોદરાઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે વડોદરામાં જામ્બુવા નદીની સપાટી વધતાં હાલ, નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે આ નદીના પૂરમાં કાર ચાલક ફસાયા હતા. કાર પાણીના પ્રવાહમાં અધવચ્ચે જ ફસાઇ જતાં કાર ચાલક બોનટ પર ચડી ગયા હતા. જોકે, હાલ, તેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે નિવૃત્ત પીઆઇ જી.એન. સરવૈયા કાર સાથે ધનીયાવી ગામ પાસે પાણીના પ્રવાહમાં ફસાઇ ગયા હતા. તેઓ પોતાનો જીવ બચાવવા કારના બોનેટ પર ચડી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તેમની મદદે આવ્યો હતો. ફાયર બ્રિગેડના અધિકારી નિકુંજ આઝાદ અને તેમની ટીમે કાર ચાલકનોજીવ બચાવ્યો હતો. આ રેસ્ક્યૂના દ્રશ્યો સામે આવ્યા છે.
વડોદરાઃ પૂરના પાણીમાં કાર ફસાતા નિવૃત્ત PI ચડી ગયા કારના બોનેટ પર, પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2020 12:28 PM (IST)
નિવૃત્ત પીઆઇ જી.એન. સરવૈયા કાર સાથે ધનીયાવી ગામ પાસે પાણીના પ્રવાહમાં ફસાઇ ગયા હતા. તેઓ પોતાનો જીવ બચાવવા કારના બોનેટ પર ચડી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -