લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના એસ.એસ.આઇ કાર્તિકસિંહને બાતમી મળી હતી કે, સ્વિગીનો ડિલિવરી બોય તેની બેગમાં બીયરના જથ્થા સાથે ગોત્રી રોડ પરથી પસાર થવાનો છે. તેના આધારે લક્ષ્મીપુરા પોલીસે ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ પાસે વોચ ગોઠવી હતી. અને ત્યાંથી બાઇક પર પસાર થઇ રહેલા સ્વિગીના ડિલિવરી બોયને રોક્યો હતો. અને તેની બેગ ખોલીને તપાસ કરી હતી.
જેમાં ડિલિવરી બોયની બેગમાંથી પોલીસને બિયરના 6 ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને બીયરના ટીન, મોબાઇલ અને બાઇક સહિતનો 49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
માત્ર મેદાન જ નહીં મેદાનથી બહારનો પણ કિંગ છે કોહલી, સોશિયલ મીડિયામાં સૌથી વધારે ફોલોઅર ધરાવતો બન્યો ક્રિકેટર
મિની સ્કર્ટ પહેરવા પર ટ્રોલ થઈ આ સ્ટાર એક્ટરની પત્ની, લોકોએ કહ્યું-દીકરીનો ડ્રેસ પહેર્યો છે
ટીમ ઈન્ડિયાની આગામી વન ડે શ્રેણીમાં 4 નંબર પર કોણ કરશે બેટિંગ ? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો