Vadodara News: વડોદરામાં મેયર નિલેશ રાઠોડ સામે આક્ષેપ લગાવતી પત્રિકા પોસ્ટ કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે કોર્પોરેશનના પૂર્વ ભાજપ પક્ષના નેતા અલ્પેશ લીંબાચિયાની મોડી રાત્રે 12:15 એ ધરપકડ કરી હતી. અલ્પેશ લીંબચિયાને ક્રાઈમ બ્રાન્ચ લોકપમાં રાખવામાં આવ્યા છે. આ પહેલા પત્રિકા પોસ્ટ મામલે અલ્પેશ લીંબાસીયાના શાળા અમિત લીમ્બાચીયા અને તેમના સાળાના સાળુભાઈની પણ ધરપકડ થઈ ચૂકી છે. જોકે બંનેને ગઈકાલે પોલીસ મથકથી જામીન અપાયા હતા.


વડોદરા ભાજપમાં ચાલતી ખટપટ બહાર આવતા ભારે ચર્ચા જાગી છે. મેયર નિલેશ રાઠોડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની પત્રિકાના વિવાદ મામલે ફરિયાદના મામલે પોલીસ તપાસમાં પૂર્વ ભાજપ પક્ષના નેતા અલ્પેશ લીંબાચિયાની ઓફિસમાંથી લેપટોપ અને પ્રિન્ટર કબજે કરાયા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં 250 થી વધુ પ્રિન્ટ આઉટ નીકળી હોવાનું બહાર આવ્યું છે.


લેપટોપ અને પ્રિન્ટરને તપાસ માટે એફએસએલમાં મોકલાયા છે. આઠમી જુલાઈના રોજ તરસાલીની શ્રીરામ એન્ટરપ્રાઇઝની અલ્પેશ લીમ્બચીયાની ઓફિસમાં પત્રિકા પ્રિન્ટ થઈ હોવાની આશંકા છે.


આ મામલે વડોદરાના મેયર નિલેશ રાઠોડે એબીપી અસ્મિતા સાતે વાત કરી છે. તેમણે કહ્યું કે, આરોપ કરનારવાળી વ્યક્તિ સામે આવીને  આરોપ કરે. આ બધું રાજકીય કિન્નાખોરી કહેવાય, પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાની વાત સાંભળવામાં આવે છે. અગાઉ પણ મારા નામની પત્રિકા બહાર પડી છે. ભુલ માફ થાય પણ ષડયંત્રને માફ કરી શકાય નહીં. બદનામી ન થાય તે માટે મે પક્ષને પણ રજૂઆત કરી છે.