વડોદરા: ગોત્રી વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. ચંદ્રમોલેશ્વર નગરમાં ઘર નંબર બી 18મા ગઈકાલે ગેસની બોટલ લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ ઘરમાં રહેતા નયના બારોટ અને નિવાંગ બારોટ દાઝ્યા હતા. આ ઉપરાંત 3 વર્ષીય નિવાંગ બારોટનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્ત માતા અને બાળકને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.


સુરતમાં પઠાન ફિલ્મના વિરોધને લઈને સિનેમાઘરમાં તોડફોડ


25 તારીખે શાહરુખ ખાનની ફિલ્મ પઠાન રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને તેમના ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ફિલ્મના કેટલાક સિન કટ કર્યા બાદ પણ ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. હવે પઠાન ફિલ્મના વિરોધની ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવી છે. રાંદેરના રૂપાલી સિનેમામાં ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મના પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. રૂપાલી ટોકીઝના કર્મીઓને ધમકાવામાં પણ આવ્યા હતા.


આ ઘટના જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી હતી 5 ઈસમોની ધરપકડ કરી હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ગત સાંજે બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તોડફોડ કરનાર લોકો સામે રાંદેર પોલીસે રાયોટિંગની FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


મહેસાણામાં વધુ એક કબૂતરબાજીનો કિસ્સો


મહેસાણામાં વધુ એક કબૂતર બાજીની કિસ્સો સામે આવ્યો છે.કડીના એક યુવાનને અમેરિકા લઈ જવાનું કહીને આફ્રિકા પહોંચાડ્યો  અને 28 લાખ પડાવી લીધા.મહેસાણામાં વધુ એક કબૂતર બાજીની કિસ્સો સામે આવ્યો છે.કડીના એક યુવાનને અમેરિકા લઈ જવાનું કહીને આફ્રિકા પહોંચાડ્યો  અને 28 લાખ પડાવી લીધા.નિલેશ પટેલ અમેરિકા જવા માંગતો હોય જેને લઇ 50 લાખમાં અમેરિકા મોકલવાનું નકકી કરાયું .નિલેશને અમેરિકા મોકલવાની જગ્યાએ આફ્રિકા મોકલી નિલેશના ભાઇ નિતીન પટેલ પાસે થી 28  લાખ પડાવી નિલેશને પરત ઈંડિયા મોકલી દીધો હતો . આ ઘટનાની ફરિયાદ બાદ કેતુલપૂરી ગોસ્વામી અને કમલેશ વ્યાસ નામના એજન્ટના નામ ખૂલ્યા છે. સમગ્ર ઘટના 2019 માં બની હતી જોકે બંને એજન્ટો નાણા પરત ના આપતા આખરે કડી પોલીસ સ્ટેશનમાં પીડિતે ફરિયાદ  નોંધાવી હતી.  


100 કરોડની જમીન પચાવી પાડવાનો પર્દાફાશ


વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં 100 કરોડની જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે.  લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી છે. વાઘોડિયા રોડ ડી માર્ટ પાછળ દોઢ લાખ ફૂટથી વધુ સરકારી જમીન છે.  જેના બોગસ દસ્તાવેજોને આધારે એન્ટ્રી પડાવી અને કલેકટરનો બોગસ ટેનન્સી હુકમ સહિતના બોગસ દસ્તાવેજોને આધારે જમીન હડપ કરવાનો કારસો દંપતિએ રચ્યો હતો.






જમીનને લઈ કોર્પોરેશનની બોગસ રજાચિઠ્ઠી પણ બનાવી હતી. આ સાથે જ દોઢથી બે કરોડનો આલિશાન બંગલો પણ બનાવી દીધો.  જમીન પર 57 સબપ્લોટ પાડીને ગજાનંદ રો હાઉસ અને કાનન-1 તેમજ કાનન-2 જેવી સ્કીમો પણ લોન્ચ કરવામાં આવી.  સમગ્ર કૌભાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે દંપિતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે  અને 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.  ત્યાર બાદ પોલીસે સંજયસિંહ અને રેવન્યૂ અધિકારીને સાથે રાખી જમીનનો સરવે પણ કર્યો છે.